Abtak Media Google News

ભાજપે સત્તા માટે પીડીપી સાથે કરેલા ગઠ્ઠબંધનને ભૂલ તરીકે સ્વીકારીને મોદીએ તેને મહામિલાવટ સમાન ગણાવ્યું

જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અને ત્યાંના નાગરીકોને વિશેષ લાભો આપતી બંધારણની કલમ ૩૫ એના કારણે જમ્મુ-કાશ્મીર રાજયનો ભારે નુકશાન થયું છે. અને રાજયનો વિકાસ રૂધાયા છે.તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની ‘ઈન્સાનીયત, કાશ્મીરીયત અને જમ્મુરિયતની ફોર્મ્યુલાથી અસરકારક પૂરવાર થઈ શકે છે તેવો દાવો કર્યો હતો. મોદીએ જમ્મુ કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે કરેલા ગઠ્ઠબંધનને મહામિલાવટ સાથે સરખાવ્યું હતુ.

Advertisement

વડાપ્રધાનમોદીએ ગઈકાલે વારાણસીમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે જમ્મુ-કાશ્મીર રાજય અને ત્યાંના નાગરીકોને વિશેષ દરજજે આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એના કારણે કાશ્મીરને ભારે નુકશાન પહોચાડયું છે. એકતરફ સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આ કલમોનાં કારણે આ રાજય વિકાસમાં પાછળ રહી જવા પામ્યું છે. અમારી સરકારે કાશ્મીરમાં એઈમ્સ અને આઈઆઈએમ જેવી દેશની સર્વોચ્ચ સંસ્થાઓની સ્થાપના કરી છે. પરતુ ત્યાંની સ્થાનિક આતંકવાદની સમસ્યાના કારણે આ સંસ્થાઓનાં ટોચના પ્રોફેસરો કાશ્મીરમાં કામ કરવા તૈયાર નથક્ષ કારણ કે તેઓ કાશ્મીરમાં મિલ્કત ખરીદી શકતા નથી ત્યાં મકાનોના ભાડાઓ પણ અતિશય વધારે છે. જમ્મુ કાશ્મીરમાં રોકાણકારો પણ જમીનનાં ખરીદી ન શકવાના કારણે રોકાણો કરવા આગળ આવતા નથી.

આ સ્થિતિઓનાં કારણે કાશ્મીરના યુવાનોને નોકરી મળતી નથી. જેથી કાશ્મીર નાદારી તરફ આગળ વધી રહ્યું છે. આતંકવાદે રાજયનાં પ્રવાસન ઉદ્યોગને ખતમ કરી નાખ્યો છે.

કલમ ૩૭૦ અને ૩૫-એના કારણે કાશ્મીરમાં કોઈ રોકાણ થતુ નહોય હવે કાશ્મીરની જનતાને પરિવર્તનની જ‚રત લાગી રહી છે. ભાજપના આ બંને કલમોને દૂર કરવાનાં ચૂંટણી વચન અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે જે લોકો મતભેદની વાતો કરે છે.તેઓને ચૂંટણી લડવાનો અધિકાર નથી. જમ્મુ કાશ્મીર હજારો વર્ષોથી ભારતનો ભાગ છે. અને રહેશે જમ્મુ કાશ્મીરમા ભાજપે પીડીપી સાથે સતા માટે કરેલા ગઠ્ઠબંધનને ભૂલ ગણાવીને વડાપ્રધાન મોદીએ તેને મહામિલાવટ સમાન ગણાવ્યું હતુ રાજયના કેટલાક રાજકીય પરિવારોની નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પાર્ટી સામે આક્ષેપ મૂકતા મોદીએ ઉમેર્યું હતુ કે આ પરિવારોએ જમ્મુ કાશ્મીરના લોકોને બ્લેકમેઈલ કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે. જયારે મુફતી મહમંદ સૈયદ હતા ત્યાં સુધી કાશ્મીરની સમ્યાના ઉકેલની અમે આશા રાખતા હતા.

પરંતુ ભાજપ અને પીડીપીનું ગઠ્ઠબંધન પાણી અને તેલના મિશ્રણ એવી મહામિલાવટ સમાન હતી આ બંને પાર્ટીઓ બે ધ્રુવો હતા અને અમે મિશ્ર થવામાં સમર્થન હતા જમ્મુ કાશ્મીરમાં ફરીથી નવી સરકાર બનવાની સંભાવના ન હોય અમે વિધાનસભાની ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. તેમ જણાવી મોદીએ ઉમેર્યું હતુ કે કાશ્મીરના આ રાજકીય પરિવારો કાશ્મીરમાં એકવાત કરે છે. દિલ્હીમાં બીજી વાત કરે છે. જેથી તેમના ડબલ સ્ટાંડર્ડને જાહેર કરવાની જ‚ર છે. કાશ્મીરના રાજકીય પક્ષો પોતાના આવા ડબલ સ્ટાંડર્ડ વલણમાથી બહાર આવશે તે બાદ રાજયમાં યોગ્ય રાજકીય વાતાવરણ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.