Abtak Media Google News

મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘મિશન કર્મયોગી’ અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વિસીસના ર4 તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરીને ગુજરાતના વિકાસ, વહીવટી તંત્રની અસરકારક  અને પારદર્શીક કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ તમામ તાલીમ અધિકારીઓ ગુજરાતના એક સપ્તાહના પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમુલ ડેરી સરદાર પટેલ મેમોરિયલ કરમસદ સહિત અમદાવાદ-વડોદરા મહાનગર પાલિકાની સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રધાન મંત્રી આવાસ યોજના સ્કીલ ડેવલપમેનટ ઇનીશ્યેટીવ્ઝ વગેરેની કામગીરી નિહાળી વિસ્તૃત જાણકારી તાલીમી અધિકારીઓ મેળવશે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વિસીસના ર4 તાલીમી અધિકારીઓને ગુજરાતમાં ખાસ કરીને સોલાર એનર્જીની વ્યાપક ઉપયોગથી લોકોને નિ:શુલ્ક વીજળી મેળવવા સાથે પોતાના ઉપયોગ બાદ વધારાની આવી વીજળી વેચીને આવકનું માઘ્યમ પણ આ સૌર ઉર્જા કઇ રીતે બની શકે તેની વિસ્તૃત સમજ આપી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ રાજય સરકારે ગરીબ, વંચિત છેવાડાના માનવીઓના સર્વગ્રાહી કલ્યાણ માટે જે કલ્યાણ યોજના કાર્યક્રમો વડાપ્રધાનના દિશાદર્શકમાં સફળ બનાવ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આ ર4 તાલીમી અધિકારીઓને શિખ આપતા કહ્યું હતું કે સામાન્ય માનવીને કોઇ અગવડતા સરકાર સાથેના કામકાજમાં ન પડે તથા પ્રજાકિય યોજનાઓનો યોગ્ય લાભ લોકોને મળે તેવા સેવા દાયિત્વથી તેઓ ફરજ પર રહેશે. તો સફળતા અને લોકચાહના બન્ને અવશ્ય મળશે જ આ ર4 તાલીમી અધિકારીઓ ગુજરાતમાં તેમના સાપ્તાહિક પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિયલ અમુલ ડેરી તથા રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત ઉપરાંત અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના સિટી સિવીક સેન્ટર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સોલાર પાવર જનરેશન, જનસેવા કેન્દ્રની ગતિવિધીઓથી પરિચિત થશે.

આ ઉપરાંત જામનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી, ગ્રામીણ વિકાસ કામોની સાઇડ વિઝીટ અને લોકો સાથે સંવાદ અને પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ, મનરેગા વગેરેની કામગીરીથી પણ માહિતગાર થશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અરૂણાચલ પ્રદેશના આ તાલીમી અધિકારીઓની મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક સચિવ પંકજ જોશી સ્પીયા અમદાવાદના ડાયરેકટર જનરલ આર.સી. મીના તથા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ ઉ5સ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મિશન કર્મયોગી અંતર્ગત લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસુરી ખાતે વિવિધ ઉચ્ચ સનદી સેવાઓ, કેન્દ્રીય સેવાઓ તેમજ રાજય સેવાઓના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દેશના જુદા જુદા રાજયોના અધિકારીઓ અન્ય રાજયોના પ્રવાસ મુલાકાત દ્વારા પ્રશાસનિક વ્યવસ્થાઓ જનહિત અને પ્રજાલક્ષી કાર્યક્રમોના અમલીકરણ તથા  પરિણામ લક્ષી સફળતાથી પરિચિત થાયતે હેતુસર  જે તે રાજયોના પ્રવાસ યોજવામાં આવે છે.

ગુજરાતના એક સપ્તાહની મુલાકાત દરમિયાન અરૂણાચલ પ્રદેશના ર4 તાલીમી અધિકારીઓ તા. ર7 ડીસેમ્બરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસુરી પરત ફરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.