Abtak Media Google News

પેજપ્રમુખની યાદી તૈયાર કરવામાં શહેર ભાજપ ફરી વખત પ્રથમ…

શહેર ભાજપની ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા સી.આર. પાટીલ

રાજકોટ ખાતે નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની બે દિવસીય રાજકોટની મુલાકાત દરમ્યાન શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેરના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને પ્રથમ તબકકામાં પેજપ્રમુખ બનાવવાની યાદી તૈયાર કરવામા રાજકોટ શહેર ભાજપ પ્રથમ રહી અને ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે મોકલી આપે જેનો અમલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા આ યાદી અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાનાં વોર્ડ, બુથમાં મતદાર યાદીના પાના નંબર પેજ પ્રમુખમાં પોતાના મતદાર ક્રમાંક, નામ મોબાઈલ નંબરની વિગત સહિતની યાદી તૈયાર કરી નિયત સમયમાં એટલે કે ગઈકાલે સાંજે જ ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સુપ્રત કરેલ હતી. આ તકે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે શહેર ભાજપની ત્વરીત કામગીરીને બિરદાવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને શહેર ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં અગ્રેસર રહ્યું છે. ત્યારે પાર્ટીની કામગીરીમાં દરેક કાર્યકર્તાઓ પૂરા જોમજોશ અને મહેનતથી તેમને સોપાયેલ કામગીરી સફળતાપૂર્વક બજાવતા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.