Abtak Media Google News

ગાંધીનગર: કુખ્યાત બસ્તીખાનની ગેંગના 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બસ્તીખાનની ગેંગ ગાંધીનગરમાં હથિયારો સાથે પ્રવેશ કરો તો પહોલા જ પોલીસે ધાડ પાડી શખ્સોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા તમામ શખ્સના રીમાન્ડ મેળવી આજે પૂછપરછ કરાશે.

Advertisement

Bastikhan Gang 02

માહિતી અનુસાર, ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે બસ્તીખાનની ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ લૂંટ, હત્યા, ખંડણી અને મારા મારી માટે કુખ્યાત છે. આ ગેંગના છ સભ્ય ગઈકાલે ગાંધીનગરમાં આવ્યા હતા. અને કોઈ મોટી ક્રાઈમની ઘટનાને અંજામ આપે તે પહેલા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે 6 શખ્સની ધરપકડ કરી લીધી છે. ગાંધીનગરમાં ધાડનાં ગુનાને અંજામ આપવા ફરીવાર આવ્યો હતો. કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસને જાણ થઈ ગઈ. પોલીસે આ ગેંગના છ સભ્યની ધરપકડ કરી છે. જોકે કુખ્યાત ગેંગસ્ટર બસ્તી ખાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.

ધરપકડ બાદ ક્રાઇમ બ્રાંચે કડકાઈથી પૂછતાછ કરી હતી. જેમાં આરોપીઓએ ગાંધીનગરના દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા નામના વ્યક્તિ પાસેથી પૈસાની લેતી દેતી મામલે લૂંટના ઇરાદે આવેલા હોવાનું જણાવ્યુ હતું. આરોપીઓએ પોતાના નામ ફિરદોશ ઈસ્માઈલ ખીલજી, ગૌતમ મકવાણા, ધર્મેશ પાટડીયા, અલ્પેશ કતપરા, કમલ ઉર્ફે કમલેશ વસાવા, નીકીન પટેલ જણાવ્યા છે. આ તમામ આરોપીઓ પાસેથી ઘાતક હથિયાર પણ મળી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.