Abtak Media Google News

કલાઈમેટ ચેન્જનો રિપોર્ટથી ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવા ભારતને રણનીતિ નકકી કરવામાં મદદ મળશે

માનવજાત માટે કુદરતી વસ્તુઓ તેમજ કુદરતી સંશાધનો ખૂબ મહત્વના છે. મનુષ્ય પશુ-પક્ષી દરેક માટે જેટલો ખોરાક જરૂરી છે. તેટલી ઋતુઓ પણ જરૂરી જ છે. આજના સમયમાં આધુનિકરણ ને કારણે પ્રદુષણમાં વધારો થયો છે. તેમજ જંગલમાં ઘટાડો થવાના કારણે સમગ્ર વિશ્વના ઋતુચક્રમાં ફેરફારો જોવા મળીરહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં તાપમાન ૩ થી ૪ ગણુ વધી રહ્યું છે. વરસાદમાં પણ વધારો તો કયાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. કલાઈમેન્ટ ચેન્જને કારણે જીવસૃષ્ટીને પણ અસર પહોચાડે છે.

કલાઈમેન્ટ ચેન્જના કારણે ભારતમા સરેરાશ તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સીયસ જેટલુ વધારે જોવા મળી રહ્યું છે જે સરેરાશ તાપમાન ૩ થી ૪ ગણુ વધારે છે. તાપમાન વધારા અને તેનાથી ઉદભવતા ફેરફારોને કારણે છેલ્લા બે ત્રણ દાયકાઓથી ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ૨૧ મી સદીના અંત સુધીમાં દરિયાની સપાટીમાં ૩૦ સે.મી.નો વધારો થવાની સંભાવના કલાઈમેન્ટચેન્જ એસસમેન્ટના અહેવાલમાં વિજ્ઞાન સંસ્થાનો દ્વારા જણાવાઈ રહ્યું છે.

હવામાન બદલાવ અંગેના વિસ્તૃત સમિક્ષાત્મક અહેવાલમાં ભારતીય ભુપ્રદેશ અંગેની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે કે વર્ષનું સૌથી ગરમદિવસ અને સૌથી ઠંડી રાતમાં ૦.૬૩ સેન્ટીગ્રેટ અને ૦.૪ ડિગ્રી સેલ્સીયસનો વધારો થયો છે. જે છેલ્લા ૩૦ વર્ષથી વધારે કહેવાય છે. તાપમાન ૪.૭ થી લઈ ૫.૫ ડીગ્રી સેલ્સીયસ સુધીનું વધારો ૨૧મી સદીના અંત સુધીમાં જોવા મળશે જો યોગ્ય પગલા અને ગ્રીનહાઉસીંગ ગેસના ઉસર્જન અને વાતાવરણમા ગરમી વધારવાનું જો બંધ નહી થશય તો તેનાં પરિણામો ગંભીર આવશે.

ભૂમિવિજ્ઞાન મંત્રી હર્ષવર્ધને મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતુકે જો યોગ્ય પગલા લેવામાં નહી આવે તોમુંબઈ કલકતા જેવા શહેરોમાં હવામાન પરિવર્તનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને દરિયાની સપાટી વધવાની તેમજ પ્રાદેશિક વિસંગત પરિબળોની ચેતવણી ઉચ્ચારી હતી. તેમજ આ માટે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે ઈન્ડો ગંગા, પશ્ચિમઘાટ, દરિયાઈ વિસ્તાર જેવાકે ઉતર ભારત દરિયા અને પૂર્વ અને પશ્ચિમ હિમાલય વિસ્તારની બદલાતી જતી પરિસ્થિતિઓ અને પરિબળો માટે વિસ્તૃત આયોજનો વિશે બતાવ્યું હતુ. ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં દુકાળ અને પૂરની પરિસ્થિતિ વકરતી જાય છે. આ પરિસ્થિતિની સૌથી વધુ અસર મધ્યભારતમાં દેખાઈ છે. આ વિસ્તારમાં વારંવાર પડતા દુકાળ અને પરની પરિસ્થિતિથી ઉતરના દરિયાઈ કાંઠાના પશ્ચિમ બંગાળ, પુર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત કોંકણ પ્રદેશની સાથે સાથે મુંબઈ કલકતાને ચેન્નઈના વિસ્તારોમાં દરિયાની સપાટીમાં વધારો થવાથી જોખમી પરિસ્થિતિ ઉભી થઈ છે. કલાઈમેન્ટ ચેન્જ થવાથી ૧૯૦૧ થી ૨૦૧૮ સુધીમાં દરિયાઈ તાપમાનમાં ૦.૭ સેલ્સીયસનો વધારો જોવા મળ્યો છે. તેમજ ઉતરહિંદ મહાસાગરની સપાટીમાં ૧.૦૬ થી ૧.૭૫ એમ.એમ.નો વધારો થવા પામ્યો છે. વાતાવરણમાં બદલાવને કારણે વરસાદ પર પણ અસર જોવા મળી છે. વર્ષ ૧૯૫૧ થી ૨૦૧૫ દરમિયાન વરસાદમાં ૬%નો ઘટાડો જેટલા મળ્યો છે. ભારતમાં ગંગાપ્રદેશ અને પશ્ર્ચિમી ઘાટ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે.

૧૯૫૧થી ૧૯૮૦ના દાયકાની તુલનામાં ૧૯૮૧ થી ૨૦૧૧ના સમયગાળામાં દુકાળમાં ૨૭%નો વધારો જોવા મળ્યો છે. ગ્લોબલવોમિંગને લઈને ચોમાસા પહેલા ઉદભવતા વાવાઝોડાઓનું પ્રમાણ બે દાયકાઓમાં ખૂબજ વધ્યું છે જેની સીધી અસર વરસાદની ઋતુચક્રપર થઈ છે.

ભૂમિવિજ્ઞાન મંત્રાલયના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા અહેવાલમાં પૂણેની ભૂસ્તર કચેરીએ આ અહેવાલના મુસદદો ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુકત રાષ્ટ્રસંઘમાં અહેવાલ રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આંતર સરકારી સમિતિએ કલાઈમેન્ટ ચેન્જ મુદે વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતના આ અહેવાલની સરકામણી સાથે આઈઆઈટીએમ અર્થે સિસ્ટમ મોડેલ અને પ્રાદેશિક હવામાન અંગેની પ્રાયોગાત્મક અહેવાલોની આંકડાકીય અહેવાલોની તુલના કરી હતી કલાઈમેન્ટ ચેન્જના આ અહેવાલ પરથી લાંબા ગાળાનાં આયોજન અને નીતિ નકકી કરનારાઓ માટે આ અહેવાલ ખૂબજ અગત્યનો બની રહેશે.

સચિવ અને રાજીવએ જણાવ્યું હતુકે હવામાનમાં બદલાવ અંગેના અહેવાલોમાં લંબાયેલા નિર્દેશોમાં દેશના હવામાન વૈજ્ઞાનિકો સામાજીક વૈજ્ઞાનિકો આર્થિક નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે. તેમણે જણાવ્યું હતુ કે આ અહેવાલ દેશના ભવિષ્યની રણનીતી નકકી કરનારાઓ માટે સ્પષ્ટ દિશાનિર્દેશ અને ભવિષ્યની કલાઈમેન્ટ ચેન્જના પ્રોજેકટો અને ૨૦મી સદીનાં મધ્યમથી બદલાયેલા હવામાનની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આ અહેવાલ એ સમાવાયેલો હોવાથી હવે ૨૧મી સદીમાં વધતા જતા તાપમાન અને બદલતી જતી વાતાવરણની સ્થિતિ સામે માનવ જીવનની પ્રવૃત્તિઓમાં કેવા કેવા બદલાવ લાવવા જોઈએ પ્રાદેશિક ધોરણે પરિસ્થિતિ સુધારવા માટે શું કરવું જોઈએ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશની ગ્લોબલ વોર્મિંગ માટેની સવિશેષ જવાબદારી છે. ત્યારે હવામાન ખાતાના આ અહેવાલથી ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવા માટે ભરતની રણનીતિ નકકી કરવા માટે આ અહેવાલ મહત્વનો સાબીત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.