ચોમાસામાં દેડકા બહાર આવે તેમ ચૂંટણી ટાણે કોંગ્રેસ બહાર આવે છે: કમલેશ મિરાણી

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 9

શું કહે છે ભાજપ?

ભાજપ શહેર પ્રમુખ અને વોર્ડ નંબર ૦૯ ના પૂર્વ કોર્પોરેટર કમલેશ મીરાણીએ  આજના દિવસે કોંગ્રેસ સ્થાપના દિવસે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કબરમાં છે,માત્ર ખીલો ખોળવાનો બાકી છે.આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પિક્ચરમાં ક્યાંય રહેશે જ નહી.માત્ર જુથબંધી માં કોંગ્રેસ રહે છે માટેજ હારનો સામનો કરવો પડે છે. ચોમાસામાં જે રીતે દેડકા બહાર

આવે તે પ્રકારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ બહાર આવતી હોઈ છે. કોંગ્રેસની એક જ વૃત્તિ છે જીતી તો જલસા કરો અને હારી તો ઘર ભેગા થાવ. વોર્ડ નંબર ૯ માં પ્રજાનો હૂંફ પ્રેમ ભાજપને ખુબજ મળ્યો છે અને આવનારા દિવસોમાં પણ મળતો જ રહેશે. લોકોએ હંમેશા કોંગ્રેસ ને જાકારો જ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીને  વરિષ્ઠ નેતાઓ, કાર્યકરોએ કડી માંથી કમળ અને કમળ માંથી વટ વૃક્ષ બનાવ્યું છે.કોંગ્રેસના શાસનમાં ડેપ્યુટી મેયરની ગાડીમાંથી દારૂ પકડાયા છે,આ બધું પ્રજાએ જોયું છે.ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની જરૂરજ નથી.ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સક્ષમ પાર્ટી છે.

શું કહે છે કોંગ્રેસ?

રાજકોટ કોંગ્રેસના જીલ્લા મહામંત્રી વિશાલભાઈ દોગા તેમજ કોંગી અગ્રણી જલ્પેશ કલોલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી છે. પાર્ટી નીતિમત્તાથી ચાલનારી પાર્ટી છે. ગદારો માટે પાર્ટીમાં સ્થાનજ નથી. હંમેશા લોકોની મદદ માટે કોંગી નેતા અને કાર્યકર તત્પર હોઈ છે. વોર્ડ નંબર ૦૯  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગઢ છે. આવનારી ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ કરી ભાજપને હરાવીશું. ભાજપ હંમેશા લોકોને અંધારામાં

રાખી વોટની રાજનીતિ કરતું આવ્યું છે પરંતુ હવે એ સમય નથી રહ્યો , લોકો આવનારી ચૂંટણીમાં દૂધનું દૂધ અને પાણી નું પાણી કરી ભાજપીઓને મુહતોડ જવાબ આપશે.

શું કહે છે પ્રજા?

કોંગ્રેસના ૧૩૬ સ્થાપના દિને વોર્ડ નંબર ૦૯  ના સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ સક્ષમ નેતાગીરી જ નથી વિશ્વાસ કરવો તો કોના પર કરવો ? કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીએ તો પક્ષ પલટો કરીને ભાજપમાં જવાના માટે જ છેલ્લા ૨૦ વર્ષ જેટલા સમયથી વોર્ડ નંબર નવ માં ભાજપના શિરે જ તાજ રાખ્યો છે. કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સક્ષમ કરે બાદમાં જ લોકો પાસે આશા રાખે તો વધુ સારું.