Abtak Media Google News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં મેઘમહેર સાંબેલાધાર 12 ઇંચ વરસાદથી બોરસદ જળબંબાકાર
  •  આજથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • ગોંડલના હડમતાળા-કોલીથડમાં 8 ઇંચ વરસાદ, લોધિકામાં 4 ઇંચ: ગોંડલ, મેંદરડા, જેતપુર, વિસાવદર, વંથલી, કાલાવડમાં બેં ઇંચ જ્યારે રાજકોટમાં 40 મીમી વરસાદ સાથે રથયાત્રા ઉપર મેઘરાજાનો જળાભિષેક

ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદ ગત વર્ષ કરતાં ખૂબ જ ઓછો વરસ્યો હતો. જો કે અમૂક જિલ્લાઓમાં તો વરસાદનું ટીપું પણ જોવા મળ્યું ન હતું ત્યારે જુલાઇ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાએ અનરાધાર પધરામણી કરતા લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. અષાઢી બીજે રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. હવે કહી શકાય કે જૂન મહિનાની જે વરસાદની ખાધ છે તે જુલાઇ મહિનામાં સરભર થઇ જશે. જો કે, જુલાઇ માસમાં પણ સામાન્ય વરસાદ જ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજે શુકનવંતો અડધાથી આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના હડમતાળા, કોલીથડમાં આઠ ઇંચ, લોધિકામાં 4 ઇંચ, રાજકોટમાં સવા બે ઇંચ, ગોંડલમાં 3 ઇંચ, ધોરાજી, વિસાવદર, વંથલી અને કાલાવડમાં બે ઇંચ, જેતપુરમાં બે ઇંચ, જૂનાગઢ, કોડીનાર, ઉના, ગીર ગઢડા અને ધારીમાં દોઢ ઇંચ, આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં અડધાથી લઇ એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જેતપુરમાં મકાન ઉપર વીજળી પડતા વીજ ઉપકરણો બળી ગયા હતા.

Img 20220701 Wa0089

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગઇકાલે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને આગામી ચાર દિવસ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી સંભાવના છે. આજે સવારથી બે કલાકમાં જ 57 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વાંસદા, તાલાલા અને ગણદેવીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસરી, વલસાડ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ તેમજ રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં, સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છ જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આણંદ જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ જાણે રોદ્રસ્વરૂપ ધારણ કર્યું હોય તેમ બોરસદમાં ગાજવીજ સાથે માત્ર 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આગ ફાટ્યું હોય તેમ સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. તેમજ 11 જેટલા પશુઓના મોત થયા હતા. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખ્સનું મોત પણ થયું હતું. કસારી ગામે તળાવમાં સ્લીપ થતાં પટેલ યુવાનનું મોત નિપજ્યું હતું.

Img 20220701 Wa0088

ગોંડલ: હડમતાળા-કોલીથડમાં 8 ઇંચ વરસાદથી નદી-નાળા ઓવરફ્લો

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ: ગોંડલમાં અષાઢીબીજના શુકન સાચવતા હોય તેમ મેઘરજાએ અનરાધાર મહેર વરસાવતા ગોંડલમાં ત્રણ ઇચ વરસાદ વરસ્યો છે. જ્યારે તાલુકાના હડમતાળા, કોલીથડમાં આઠ ઇચ વરસાદ વરસતા નદી નાળા ઓવરફલો થયા છે.વાવણીજોગ વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ બન્યા છે. ગોંડલમાં દિવસ ભર હળવા જાપટા વરસ્યા બાદ સાંજે ચાર વાગ્યા થી ધોધમાર વરસાદ વરસતા દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાતા પાણીના વહેણ વહ્યા હતા. રાતા નાલા ઉપરાંત આશાપુરા તથા ઉમવાડા અંડરબ્રિજમાં ભારે પાણી ભરાતા ટ્રાફિક ઠપ્પ થઈ જવા પામ્યો હતો.તાલુકાના હડમતાળા, કોલીથડ પાટીયાળીમાં બપોરના બે વાગ્યા થી સતત વરસાદ વરસતા આઠ ઇચ વરસાદ વરસ્યો છે. જ્યારે શિવરાજગઢ, સુલતાનપુર, વાસાવડ, ધુડશીયા,ગોમટા પંથકમાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્યો છે.

Img 20220702 Wa0005

ન્યારી-2 સહિતના ચાર ડેમોમાં નવા નીરની આવક

રાજકોટ સિંચાઇ સર્કલના ચાર ડેમોમાં નવા નીરની આવક નોંધાઇ છે. મોતીસર ડેમમાં સૌથી વધુ 9.84 ફૂટ, ફોફણમાં 0.20 ફૂટ, ન્યારી-2માં 0.16 અને મોજ ડેમમાં 0.10 ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. દરમિયાન શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજકોટના ભાદર-2, મોજ, વેરી, ફોફણ-1, આજી-1, લાલપરી, છાપરવાડી-2, મોતીસર, ડોંડી, સોળવદર, વાછપરી, ઇશ્ર્વરીયા, કબીર સરોવર તેમજ સુરેન્દ્રનગરના વાંસલ, મોરબીનો મચ્છુ-2, દેવભૂમિ દ્વારકામાં વેરાણી, કાબરકા તેમજ જામનગરના સસોઇ, ફૂલઝર-1, પુરા, ફોફણ-2 અને વાગડીયા સહિતના જળસ્ત્રોત પર વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યના 103 તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો

Screenshot 3

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસુ સમયસર શરૂ થતાં આજ દિન સુધી સિઝનનો સરેરાશ વરસાદ 10 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ મેઘકૃપા વરસી નથી. રાજ્યના કુલ 251 તાલુકા પૈકી 19 તાલુકાઓમાં હજુ ઝીરો ટકા વરસાદ છે. જ્યારે અનેક તાલુકાઓમાં માત્ર બે થી 12 મીમી જેટલો સામાન્ય વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 103 તાલુકાઓમાં 2 ઇંચ સુધીનો, 90 તાલુકાઓમાં 2 થી 5 ઇંચ સુધીનો, 39 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ સુધીનો જ્યારે 13 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

  • શાપરમાં પાણીના ખાડામાં ડુબી જતા બે સગા માસુમ ભાઈના મોત
  • માતા-પિતાને ભંગાર વીણવા જવાનું કહ્યા બાદ સાંજે બંનેના મૃતદેહ મળ્યા

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પાસે તળાવમાંથી બે માસુમ  બાળકોનાં મૃતદેહ મળી આવતા શાપર-વેરાવળ પોલીસ તપાસનો ધમધમાટ કર્યો હતો. જેમાં બંને સગાાઈઓ હોવાનું અને ક્ષમીક પરિવારના બાળકો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરિવારજનોને  જાણ કરી હતી. શાપર પાસે તળાવમાં માંથી બે માસુમ બાળકોના મુતદેહો મળી આવતા સાપર વેરાવળ પોલીસે તપાસ કરતા બંને બાળકો ગુરુવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ થતા લાપતા થતા તેના પરિવારજનો એ સુરત ખોળ કરતા લાશ મળી આવી હોવાનું જણાવતા પોલીસે બંને બાળકોના મોતનું કારણ જાણવા તપાસ હાથધરી છે પોલીસ સુત્રોના જણાવવા મુજબ સાપર વેરાવળમાં આવેલ મીના કાસ્ટિંગ નામની ફેક્ટરી ના ગેટ પાસે ઝુપટ પટ્ટીમાં રહેતા વિક્રમભાઈ બારૈયા નો પુત્ર  અશ્વિન ઉંમર વર્ષ નવ અને અર્જુન ઉંમર વર્ષ પાંચ ગુરુવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કઈ નીકળ્યા બાદ લાપતા થઈ જતા પરિવારજનો એ શોધખોળ કરી હતી દરમિયાન શુક્રવારે સાંજે તળાવમાંથી બંનેના મળી આવતા પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ કપાસ કરતા મૂળ એમપી ના અને છેલ્લા કેટલા સમયથી શાપર વેરાવળ રહેતા વિક્રમભાઈ મજૂરી કામ કરતા હોવાનું જણાવતા પોલીસે વિશે તપાસ હાથ ધરી છે માસુમ બાળકોના મોતથી શ્રમિક પરિવાર માં શોક વ્યાપી ગયો છે.

Screenshot 5 Screenshot 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.