Abtak Media Google News

રાજકોટ, અમદાવાદ, ગાંધીધામ સહિત રાજ્યના 56 સ્થળે દરોડા: કરોડોની કરચોરી પકડાઈ તેવી શક્યતા : રાજ્યના 41 વેપારીઓ ઉપર તવાઈ

રાજ્યમાં આવકવેરા વિભાગ બાદ જીએસટી પણ કરચોરોને નથી બક્ષી રહ્યું, અને સતત તેમના પર તવાઈ બોલાવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઇનપુટના આધારે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ફરી એક વખત ભાવનગર ખાતે 9 જેટલા વ્યાપારીઓ પર જીએસટી વિભાગ ત્રાટક્યું હતું . એટલુંજ નહીં રાજ્યના 41 વ્યાપરીઓ અને 56 સ્થળોએ જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. જીએસટી વિભાગને આશા છે કે હજુ પણ આ પ્રકારની પેઢીઓ કે જે બોગસ વ્યવહારો કરી રહી છે તેના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. અને જે અંગે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ચુકયો છે.

જીએસટી વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે તેમાં ભાવનગરની 9 પેઢીઓનો સમાવેશ થયો છે. જેમાં એકોસ્ટ ઈંપેક્ષ પ્રાઇવેટ લિમિટેડ, સિદ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે.આર ઇસપાત પ્રાઇવેટ લિમિટેડ, એ.એમ ઇસપાત પ્રાઇવેટ લિમિટેડ, ઋષીય ગ્લોબલ ટ્રેડ, સાનિયા ટ્રેડર્સ, ગુજરાત ઓઇલ એન્ડ કેમિકલ્સ, યશરા ઈંપેક્ષ ,હેમા ટ્રેડર્સ ઇતિયાદી. આ તમામ પેઢીઓ દ્વારા બોગસ બીલિંગના વ્યવહારો કરવામાં આવ્યા હતા જેથી તેઓ ઘર ભરવામાંથી બચી શકે આ તમામ પેઢીઓ દ્વારા જે રીતે કરચોરી કરવામાં આવી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે કરોડો રૂપિયાની કરચોરી તેમના દ્વારા કરવામાં આવેલી હોય જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જીએસટી વિભાગને આ અંગેની માહિતી મળતાની સાથે જ ટીમ ભાવનગરના નવ જેટલા વેપારીઓ ઉપર રાતકી પડી હતી એટલો જ નહીં રાજ્યના 41 વેપારીઓ અને 56 સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બરોડામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ભાવનગર સાથે પણ ક્યાંક ને ક્યાંક આ તમામના કનેક્શન ખુલતા હજુ પણ આ વિભાગ દ્વારા આવનારા સમયમાં અનેકવિધ વ્યાપારી પેઢીઓ ઉપર ત્રાટકે તો નવાઈ નહીં અને ભાવનગર સાથેના શું સાઠગાંઠના સંબંધો છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે.

પ્રાત માહિતી મુજબ જીએસટી વિભાગ દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, દ્વારકા, વડોદરા, વાપી , પાટણ અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવેલા છે. હાલ જે તે માહિતી મળી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે હજુ પણ આ પ્રકારના કરચોરી કરતા વ્યાપારીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટકશે. હાલ અનેકવિધ દસ્તાવેજો પણ વિભાગ દ્વારા અંકે કરવામાં આવેલા છે. ત્યારે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ આ રેડમાં વધુ પણ પુરાવાઓ હાથ લાગે અને કરોડોના પુરાવાઓ એકત્રિત થાય તેવી શક્યતાઓ પણ દર્શાવી છે. જે રીતે દરોડા પાડવામાં આવ્યા છે તેનાથી વ્યાપારી આલમમાં ફફડાટ પણ મચી જવા પામ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.