Abtak Media Google News

કેસર, હાફુસની સિઝન પુરી થયા બાદ ઉત્તર પ્રદેશની આ કેરીવરસાદી માહોલમાં પણ અછી બગડે છે.

રંગીલા રાજકોટમાં ચોમાસાનો રંગ જામતો જાય છે ત્યારે ઉનાળાની કેરી હવે વિદાય લઇ રહી છે. છેલ્લા એક વીકથી  હાફુસ અને કેસરની આવક ઘટતી જાય છે. ત્યારે ઉત્તરપ્રદેશની ચોમાસાની કેરી લંગડો અને દશેરીનું શહેરમાં આગમન થઇ ગયું છે. આ કેરી વરસાદી માહોલમાં પણ ઓછી બગડે છે. હાલ તેનાો 7 કિલો બોકસનો ભાવ 500 થી 600 જોવા મળી રહ્યો છે.

ઉનાળાના આગમને કેરીની સિઝન શરુ થાય ત્યારે અને ચોમાસાના પ્રારંભે સીઝન પુરી થાય ત્યારે તેનો ભાવ વધુ જોવા મળે છે, અત્યારે  પણ કચ્છની કેરીનો ભાવ વધવા લાગ્યો છે, જો કે આ કચ્છની મીઠડી કેરી પણ એક સપ્તાહ પછી જોવા મળશે નહીં ત્યારે યુ.પી.ની લંગડો દશેરી જ બજારોમાં જોવા મળશે. હાલ બજારોમાં ફુટના રાજા કેરીની સાથે કચ્છની ખોરાક, રાસ બરી, પેરૂ અને પીટ જેવા ફળોનું આગમન પણ થયું છે.

ફળોના રાજા કેરી બાદ બજારોમાં કચ્છની ખારેક સાથે રાસબરી, પેરૂ જેવા ફુટની આવક વધવા લાગી

વર્ષોથી કેરી બઝાર સાથે સંકળાયેલા કાનભાઇ મેંગોવાળાએ ‘અબતક’ સાથેની વાત ચિતમાં જણાવ્યું કે કચ્છની કેરીની પણ આવક વધશે હાલ ચોમાસામાં પણ ન બગડતી લંગડો દશેરી અને કચ્છની કેરી લોકો મીકસમાં ખાઇ રહ્યા છે. આજે તો દરરોજ કેરીના ભાવો વધતા જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.