Abtak Media Google News

ભારતીય બોક્સર સંજીતે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપના ૯૧ કિલો કેટેગરીમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. ફાઇનલ મેચમાં રિયો ઓલમ્પિક ૨૦૧૬ના સિલ્વર મેડલ વિજેતા કઝાકિસ્તાની વૈસીલી લેવીતને ૪-૧થી હરાવીને સંજીતે સુવર્ણ પદક હાંસલ કર્યો છે. જો કે, ભારતીય ખેલાડી અમિત પંઘાલ અને શિવા થાપાને ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

અમિત(૫૨ કિગ્રા)ને રિયો ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક વિજતા અને વિશ્વ ચેમ્પિયન જોઇરોવ શાખોબીદીને ૩-૨ થી મ્હાત આપી હતી. તેમજ શિવા થાપાને મોંગોલિયાના બાતરસુખ ચીંજોરિગોએ ૨-૩થી હરાવ્યો હતો. ભારતે ફાઇનલમાં અમિતના હાર મામલે રિવ્યુ માંગ્યો હતો તેમ છતાં ભારતની જીત થઈ શકી ન હતી. જેના કારણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાંસ્યપદક જીતનાર અમિતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.અગાઉ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપ – ૨૦૧૯માં પંઘાલે સુવર્ણચંદ્રક અને ૨૦૧૭માં તાશકંદ ખાતે કાંસ્યપદક પણ જીત્યો હતો. સતત પાંચ પદક સાથે ચેમ્પિયનશીપમાં સૌથી સફળ પુરુષ બોક્સર અસમના થાપાને પણ ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ મેચમાં થાપાને રજતપદકથી સંતોષ માનવો પડ્યો હતો.

અગાઉ મહિલા બોક્સર પૂજા રાની(૭૫ કિગ્રા)એ મહિલા કેટેગરીમાં ભારતને સૌ પ્રથમ સુવર્ણપદક અપાવ્યો હતો.જો કે, ભારતીય મહિલાઓએ દરેક કેટેગરીમાં પદક જીતીને ભારતને વર્ષ ૨૦૧૯થી વધુ સફળતા અપાવી છે. વર્ષ ૨૦૧૭માં ભારતે કુલ ૧૩ પદક જીત્યા હતા જ્યારે ચાલુ વર્ષે હાલ સુધીમાં ભારત ૧૭ પદક જીતી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.