Abtak Media Google News

કરાઓકે સંગીતમાં ઇન્ડિયા અને એશિયા બુક રેકોર્ડ હોલ્ડર ડો અસિત ભુપતરાય ભટ્ટ કે જેઓ રાજકોટ શહેર ખાતે છેલ્લા દસેક વર્ષોથી કરાઓકે સીંગિંગ ના ક્ષેત્રમાં કાર્યરત છે. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ ઇવનિંગ પોસ્ટ ખાતે જ્યુબિલી બાગ સામે નિયમિત રીતે કરાઓકે સીંગિંગના “વન મેન શો” કરી રહ્યાછે. જેમાં તેઓ દરેક વખતે કોઈ નવી જ થીમ લઈને પોતાના શો કરતા આવ્યા છે.

આગામી તારીખ 9મી ઓગષ્ટ,2022, મંગળવારના રોજ રાત્રે 9:00 થી 12:30 સુધી રાજકોટમાં તેઓ પૂજ્ય  પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સામે, રૈયા રોડ ખાતે એક મેગા “વન મેન શો” કરવા જઈ રહ્યાછે. જેમાં તેઓ સતત સાડા ત્રણ કલાક સુધી હિન્દી સિને જગતના જુદા જુદા સિંગરોના બધાજ ફાસ્ટ હિન્દી ગીતો રજૂ કરવાના છે.

તો ગીતોની આ અવિરત અને અદ્દભૂત સફર માણવા તેઓ રાજકોટ શહેરની સંગીતપ્રેમી જનતાને પોતાના ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે ઉપરોક્ત સ્થળે પધારવા જાહેર જનતાને અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.