Abtak Media Google News

નેશનલ ગેમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગ સ્પર્ધા રાજકોટમાં યોજાશે

36 મી નેશનલ ગેમ્સ ગુજરાત-2022 અનુસંધાને  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતી કાલથી 18 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે. સ્પોર્ટ્સ કાર્નિવલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોમ્બર 2022 દરમ્યાન રાજ્યમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગ સ્પર્ધા રાજકોટમાં યોજાનાર છે.

Screenshot 10 3

નેશનલ ગેમ્સ પૂર્વે શહેરીજનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતતા આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા .15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાનાર છે. જેના અનુસંધાને આજે  મેયર ડો.પ્રદિપ ડવ,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશ્નર આશિષકુમાર, એ.આર.સિંહ, સી.કે.નંદાણી, નાયબ પોલિસ અધિક્ષક આર.બી.ઝાલા, આસી.કમિશ્નર ધડુક, જસ્મીન રાઠોડ, વાસંતીબેન પ્રજાપતિ, સિટી એન્જીનીયર કોટક, એડી.સિટી એન્જીનીયર જીવાણી, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, ચીફ ફાયર ઓફિસર ખેર, આસી.મેનેજર દિપેન ડોડીયા, કાથરોટીયા, અમિત ચોલેરા, નાયબ પર્યાવરણ અધિકારી જીંજાળા, પી.એ.ટુ મેયર હિંડોચા, જય ગજ્જર, સબંધક એજન્સીઓએ સ્થળ વિઝીટ કરી હતી. રેસકોર્ષ સંકુલમાં જુદીજુદી ઇવેન્ટ યોજાનાર છે.

જેમાં, સાયક્લોથોન, હોકી, જીમ્નાસ્ટીક, યોગા, ફન રન, ફૂટબોલ, બાસ્કેટ બોલ, ફાસ્ટ વોકિંગ, તલવારબાજી, ઝુમ્બા, સ્કેટિંગ ડાન્સ, દેશભક્તિ નાટક, ક્રિકેટ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં જુદીજુદી સંસ્થાઓ જોડાનાર છે. આયોજનના અનુસંધાને સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ દ્વારા જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને વધુમાં વધુ શહેરીજનો, રમતવિરો, યુવાનો, વિદ્યાર્થીઓ વગેરે જોડાઈ તેવી તાકીદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.