Abtak Media Google News

સામાન્ય લોકોના મનમાં પોલીસની છબી ભ્રષ્ટ, વહીવટ ખોર, તેમજ કઠોર વર્તન કરનારા પબ્લીક સરર્વન્ટ તરીકેની હોય છે. પોલીસ પ્રત્યેની આ છબી વધુ મજબુત થાય તેવા અનેક ઉદાહરણો પણ સોશ્યલ મીડીયા પર વીડીયો તરીકે વાયરલ થતાજોવા મળે છે. આ સંજોગોમાં એક એવો વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે. તેને જોઈને સૌને એમ થાય કે સાબાશ પોલીસ સાચો રક્ષક ધારે તો શું ન કરી શકે એક અજાણ્યા વ્યકિતના મૃતદેહને આંધ્ર પ્રદેશના એક ગામમાં જયારે લોકોએ કાંઘ આપવાની અને અંતિમવિધી કરવાની ના પાડી દીધી ત્યારે કાશીબુગા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કે. શીરીશાએ બે કિલોમીટર સુધી આ મૃતદેહને કાંધ આપી તેના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. એમની આ કામગીરીને આંધ્ર પોલીસના વડા સહિત લાખો લોકોએ બીરદાવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.