Abtak Media Google News
  • આટકોટમાં કે. ડી. પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલના ઉદ્ઘાટનને લઈ તડામાર તૈયારીઓ
  • ઉદ્ઘાટનમાં એકપણ સરકારી વાહનનો દુરુપયોગ નહિ થાય, એડવાન્સમાં જ 250 બસનું ભાડુ ચૂકવાઈ ગયું છે: ડો.ભરત બોઘરા

આટકોટ ખાતે નવનિર્માણ પામેલી કે. ડી. પરવાડિયા હોસ્પિટલના ઉદ્ઘાટનનો લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 28મી મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મહાકાય હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. જેના ભાગરૂપે આજરોજ પત્રકાર પરિષદમાં હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટનમાં એકપણ સરકારી વાહનોનો દુરુપયોગ કરવામાં નહિ આવે. લોકોને પહોંચવા માટે એડવાન્સમાં જ 250 બસનું ભાડુ ચૂકવી દેવામાં આવ્યું છે.

1653551452287

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે ચકલુ પણ ફરકી ન શકે તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા આટકોટમાં ગોઠવવામાં આવી છે. સભામાં આવનાર કોઈ લોકોને આરોગ્ય ભોજન પાણી કે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા તમામ પગલાં ભરાયા તંત્ર ઊંધા માથે થઈ ગયું છે.

આટકોટમાં મોદીના આગમનને લઇને તડામાર ત્યારી રોડ રસ્તા મઢાયા ભૂગર્ભગટર ઉભી કરાઈ સાફ-સફાઈ અને પીએમ મોદીના સભા સ્થળ ઉપર ચકલું પણ ફરકી ન શકે એવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે ડી ક પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો ભરતભાઇ બોઘરા  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નુ સતત કોમ્બિંગ  પરેશભાઈ ગજેરાની જંબો સ્વયંસેવક  ટીમ કામે લાગી છે. હોસ્પિટલમાં પટાંગણમાં વિવિધ ઔષધી ફળો તેમજ સુશોભિત વૃક્ષો વનસ્પતિઓ નું રોપણ કરાયું તત્કાળ ભૂગર્ભ ગટર ઉભી કરાઈ ડો ભરતભાઇ બોઘરા સતત દેખરેખમાં પ્રદેશ અને જિલ્લાભરના નેતાઓના સતત આંટાફેરા થઈ રહ્યા છે.

 

હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા સતત જસદણ વિછીયા તાલુકાના એક ગામડે ગામડે અને શહેરના એક એક વિસ્તારમાં મિટીંગો કરી છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે સામૈયા કરે છે ઢોલ નગારા અને ડીજે વગાડી અને ઉમંગથી લોકો ઉમટી પડે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જસદણ અને વીંછિયા તાલુકાના લોકો સાગમટે ઉમટી પડે અને સૌરાષ્ટ્રભરમાંથી મેદાન ટુંકું પડે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે  નરેન્દ્ર મોદીના આગમનને લઇ ને ક્યાંય પણ કોઇ કચાસ જોવા ન મળે તેવી સાફ સફાઈ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે તે તમામ પ્રકારની તસવીરો અહીં દર્શાવવામાં આવી છે

તે ઉપરાંત હોસ્પિટલના અન્ય ટ્રસ્ટી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, શનિવારે સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે માટે સભા સ્થળની આસપાસ અને નજીક 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે 600 સ 1200 ફૂટનો વિશાલ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જયારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.

રાજકોટમાં એઇમ્સની સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ બાદ આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. 200 બેડની આધુનિક હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. રાજકોટના પછાત અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને આ હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો લાભ મળશે.

તે ઉપરાંત 28મી મેના રોજ એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે તો બીજી તરફ ભાજપે પણ પોતાના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપી છે જેમાં ભીડ એકત્ર કરવાથી માંડી અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડવાનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યારે આટકોટને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.