Abtak Media Google News

મકાન વેચવામાં ડોકયુમેન્ટ પેપર મુદ્દે ઉશ્કેરાઇ જતો શખ્સ સ્ક્રુ ડ્રાઇવરથી તુટી પડયો

ધોરાજીમાં જમીન-મકાનની દલાલી કરતાં વિપ્ર યુવક પર દુકાનદારે ઓજાર વડે હુમલો કરતાં યુવકને ગંભીર હાલતમાં ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડાયેલ હતો અને વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડાયેલ હતો.

Advertisement

મળતી વિગતો પ્રમાણે ધોરાજીના જમનાવડ રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતા વીપુલ દુલેરાય રાવળ જેઓ જમીન-મકાનની દલાલીનો વ્યવસાય કરતા હોય તેમને આરોપી અભિષેક કાન્તિલાલ ઘોડાસરા ધોરાજી વાળાએ મકાન વેચવા આપેલું હોય ડોક્યુમેન્ટ ઘટતા હોવાથી આરોપી અભિષેકે વીપુલ રાવળને હીરાપન્ના કોમ્પ્લેક્સ સ્થિત પોતાની દુકાન સહજાનંદ કોમ્પ્યુટર ખાતે બોલાવી ડોક્યુમેન્ટ બાબતે વાત કરતા તે દરમ્યાન આરોપી ઉશ્કેરાઇ જઈ ગાળો બોલી સ્ક્રુ ડ્રાઈવર જેવા તીક્ષ્ણ ઓજાર વડે વિપ્ર યુવાન વિપુલરાવળ ને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં શહેરની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને ઈજાઓ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.