Abtak Media Google News

૩૧ ઓક્ટોબર સુધીની અવધી લંબાવાઇ!

ભારત સરકારનાં નાણા મંત્રાલય સાથે સંલગ્ન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા એક જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેમાં ઓડિટેડ ઈન્કમટેકસ રીટર્ન ભરવા માટેની તારીખને લંબાવવામાં આવી છે. સીબીડીટીનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રીટર્ન ફાઈલ કરવા માટે ઓડિટ રીપોર્ટ માટેનાં નોંધાયેલા ચોકકસ કેસો માટેની તારીખ ૩૧ ઓકટોબર રાખવામાં આવી છે જે પહેલા ૩૦ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.

સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ઈન્કમટેકસ રીટર્ન ફાઈલ અને ટેકસ ઓડિટ રીપોર્ટ માટે જે છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ નકકી કરવામાં આવી હતી તેને વધારી ૩૧ ઓકટોબર ૨૦૧૯ નિર્ધારિત કરવામાં આવી છે જેનો લાભ તે કરદાતાઓને મળશે જેને તેમનાં ખાતાને ઓડિટ કરાવવાનાં હોય. આઈટીઆર ફાઈલ કરવા માટે તેજ કરદાતાઓ યોગ્ય ગણાશે કે જેઓ સેકશન ૪૪ એબી આઈટી એકટ પ્રમાણે તેમનાં રીપોર્ટને ઓડિટ કરવાનાં હોય જેમાં કંપની, ભાગીદારી પેઢી અને સોલ પ્રોપરાઈટરશીપ પેઢીનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

કયાંકને કયાંક વર્કિંગ પાર્ટનર તરીકે પેઢીમાં જોડાયેલા વ્યકિતનાં પણ રીટર્ન ફાઈલીંગની તારીખ ઓકટોબર ૩૧ સુધી લંબાવાઈ છે. જે રીતે પહેલાનાં સમયમાં આવકવેરા વિભાગનાં અધિકારીઓ કરદાતાઓ ઉપર ધોસ બોલાવતા હતા તે ન બોલાવવા માટે સરકાર અનેકવિધ રીતે પ્રયત્નો કરી રહી છે તેનો સીધો લાભ કરદાતાઓને હાલ મળી રહ્યો છે. હાલ આવકવેરા વિભાગ જે રીતે તેમના કરદાતાઓ ઉપર કુણુ વલણ દાખવી રહ્યા છે તેનુ મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનનો અપાર વિશ્ર્વાસ કારણ કે જો કરદાતાઓ ઉપર આવકવેરા વિભાગ ઘોંસ બોલાવે તો દેશને જે આર્થિક બોજો સાંપડી રહ્યો છે તે કારણભૂત નીવડે ત્યારે જે રીતે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે કરદાતાઓ પ્રત્યે સરકારનું વલણ કુણુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.