Abtak Media Google News

સાચે પ્રેમ આંધળો જ હોઈ છે

કાકીને ભત્રીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા પોતાના બે સંતાનોને તરછોડી પલાયન થયા: પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

સાચે પ્રેમ આંધરો જ હોય છે. પ્રેમમાં પડેલા પ્રેમી પંખીડાઓને તેમના પ્રેમ સિવાય બીજી કોઈ દુનિયાદારી સમજમાં આવતી જ નથી અને તે પ્રેમમાં ન કરવાનું કરી બેઠે છે. ત્યારે રાજકોટમાં એક ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર રોડ પર રહેતા બે સંતાનોની માતાએ તેના 15 વર્ષના સગા ભત્રીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા તે ગઈકાલે તેની સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સગીરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકી સામે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વિગતો મુજબ 15 વર્ષના કિશોરનાં ગિરીશભાઇ નરશીભાઇ સાંગાવરિયાએ તેના જ સગા નાનાભાઇની પત્ની ચંદ્રિકા મનોજ સાંગાવરિયા સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું હતું કે, તે છેલ્લા ચારેક માસથી ભાવનગર રોડ ઉપર ભાડાના મકાનમાં રહી પત્ની સાથે શાકભાજી વેંચવાનું કામ કરે છે. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. સૌથી મોટાની ઉંમર 15 વર્ષનો દીકરો છે. તે પાંચ ભાઈઓ છે. તમામ શાકભાજી વેંચવાનું વ્યવસાય કરે છે. ગઈ તા. 7નાં તે તેના પત્ની સાથે તેના સંતાનોના ઘરે મુકી શાકભાજી વેંચવા માટે ગયા હતાં. જયારે તેનો એક દિકરો અભ્યાસ માટે ગયો હતો. રાત્રે ઘરે પરત આવતા ઘરે તાળુ જોવા મળતા બીજી ચાવીથી ઘર ખોલી અંદર જોતા સંતાનો જોવા મળ્યા ન હતાં.

નજીકમાં રહેતા તેના નાનાભાઈનાં ઘરે તપાસ કરતા ત્યાંથી તેનો વચેટ દિકરો અને દિકરી જોવા મળ્યા હતાં. પરંતુ મોટો દિકરો જોવા નહી મળતા પુછપરછ કરતા તે સાઈકલનું પંચર કરવા ગયો હોવાનું જાણવાયું હતું. જેથી તે તેની પત્ની સાથે તેના મોટા દિકરાને શોધવા નિકળ્યા હતાં. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આ તરફ તેના પિતાના ઘરે આવતા તેના નાનાભાઈના પત્ની ચંદ્રીકાબેન પણ ઘરે હાજર ન હોવાનું અને તે પણ તેન બન્ને સંતાનોને તેના બીજાભાઈના ઘરે મુકી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કુટુંબના તમામ સભ્યો કિશોર અને ચંદ્રિકાબેનને શોધવા નિકળ્યા હતાં. પરંતુ કયાંય પત્તો લાગ્યો ન હતો. આ સમય દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે, તેના 15 વર્ષના દિકરા અને તેના નાનાભાઈની પત્ની ચંદ્રિકાબેનની આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે તે તેના 15 વર્ષના પુત્રનું અપહરણ કરી લઈ ગઈ હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.