Abtak Media Google News

સાઇકલ આમ તો સામાન્ય વાહન છે જે ખર્ચ વગર ચાલે છે. પરંતુ તંદુરસ્તી માટે સાઇકલને બધા લોકો અપનાવતા થયા છે લોકો સવારમાં મોર્નિગ વોકને બદલે સાઇક્લીંગ કરવા જતા થયા છે. સામાન્ય એવી સાઇકલથી તમે મોટી મોટી બિમારીઓથી બચી શકો છો. સાઇકલ ચલાવવાથી કેન્સરથી પણ બચી શકાય છે. એક રિસર્ચના આધારે નિયમિત સાઇકલ ચલાવવાથી દિલની બિમારી તેમજ સમય વગરની મૃત્યુથી બચી શકો છો.

Advertisement

સંશોધકોના જણાવ્યાં મુજબ નોકરીએ ચાલીને જતા હોય તો સાઇકલ લઇને જવું તેનાથી પણ વધુ ફાયદાકારક છે. સાઇકલના નિયમિત ઉપયોગથી કેન્સરનો ૪૫ ટકા તેમજ હદ્ય હુમલાનું ૪૬ ટકા ખતરો ટળી જાય છે. જ્યારે ચાલવાથી ૨૭ ટકા ખતરો ઘટે છે. તેમજ જો આ બિમારી ઘર કરી ગઇ હોય તો જીવ ગુમાવાનો ભય રહેતો નથી પરંતુ ચાલવાથી કેન્સરને અસર થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.