Abtak Media Google News

અયોધ્યા વિવાદ મામલે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.લોકોને જલ્દી નિર્ણય આવે તેવી અપેક્ષા છે.

1 1520999739 કોર્ટ આ વિવાદમાં સતત સુનાવણીની તારીખ નક્કી કરી શકે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં પક્ષકારોનું કહેવું છે કે, હવે સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે કે, આ કેસને વધારે ટાળવામાં ન આવે અને તેનો જલદી નિર્ણય આવે. આ પહેલાં 8 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત 20 ધાર્મિક પુસ્તકોનું તથ્યની ચકાસણી માટે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન થયુ હોવાના કારણે સુનાવણી ટાળવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને આવી દલીલો પસંદ નથી, આ માત્ર જમીન વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.