આયુર્વેદ એક માત્ર એવું સાયન્સ કે જે ‘પંચમહાભૂત’ આત્મા, મન, કાલ અને દિશા પર કામ કરે છે

અબતક, રાજકોટ

‘અબતક’નો વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજ નહીં તો કયારે…? અંતર્ગત ચોમાસાની ઋતુ અને ખાન-પાનથી થતા રોગોમાં આયુર્વેદની ઉપયોગીતા વિશે આયુર્વેદના તજજ્ઞ ડો. પુલકીત બક્ષી અને ડો. કેતન ભીમાણી સાથેની ચર્ચા તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. જેનો સંક્ષીપ્ત અહેવાલ અત્રે રજૂ કરવામાં આવ્યો છે.

જેમાંખાસ કરીને ચોમાસાની ઋતુ અને ખાનપાનથી થતા રોગો અંગે ડો. બક્ષીએ જણાવ્યું હતુ કે ખાસ કરીને જેમાં શીશીર, વસંત, ગ્રીસ્મ, વર્ષા શરદ અને હેમંત આમ છ ઋતુમાં ૧૫ દિવસનો સંધી કાળ હોય છે અને વરસાદમાં ખાસ કરીને પાણીજન્ય રોગો તહેવારોમાં ખાન-પાન અંગે વિશેષ ધ્યાન આપવામાં ન આવે ત્યારે પાચન તંત્રના રોગો ખાસ કરીને જોવા મળે છે.

ઉપવાસ (લંઘન)થી થતા ફાયદાઓ અંગે ડો. કેતન ભીમાણીએ જણાવ્યું હતુ કે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે વાત-પિત અને કફ આમ ત્રણ પ્રકારમાં ચોમાસામાં વાયુ,ઉનાળામાં પિત અને શિયાળામાં કફ પ્રકૃતિના રોગો જોવા મળે છે. અને કફના ૨૦, પિતના ૪૦ અને વાયુના ૮૦ પ્રકારના રોગો આયુર્વેદમાં બતાવ્યા છે. જેથી ચોમાસામા અથવા ઠંડીમાં થતા રોગોથી બચવા શરીરમાં સત્વ-રજ અને તજ ગુણોનું બેલેન્સ રાખવા ઉપવાસ, વ્રત, પ્રતિકૃમણ વગેરે કરવા જા રી છે અને તેમાં પણ ફરાળ નહી પરંતુ ફલાહાર એટલે કે ફળનો આહાર કરવો જા રી છે.

શ્રાવણ અને ભાદરવાની ઋતુમાં થતા રોગો વિશે ડો. બક્ષીએ જણાવ્યું હતુ કે ચોમાસા પછી જનરલી રીતે જોઈએ તો મચ્છર જન્યરોગોમાં ખાસ કરીને મેલેરીયા, ચીકનગુનીયા તેમજ પાણીજન્ય રોગોની વાત કરીએ તો કમળો, ટાઈફોઈડ તેમજ પાચન તંત્રના રોગો જેવા કે ઝાળા-ઉલ્ટી-પેટમાં દુ:ખાવો વગેરે જેવા રોગો જોવા મળે છે.

ભાદરવાનાં તડકાને તાવ સાથે સંબંધ હોવાનું જણાવતા ડો. ભીમાણીએ જણાવ્યું હતુ કે તાવ શબ્દથી લોકોને ડર લાગે છે.પરંતુ ભાદરવામાં તાવ આવે તે સા‚ હોવાનું જણાવતા કહ્યું કે તાવ-શરદી ઝાળા થાય ત્યારે તુરંત દવા લેવી હીતાવહ નથી આ બધાને પાકવા દેવા જોઈએ અને તાવ એ શરીરનો કચરો બહાર કાઢવાનું કામ કરે છે. જેથી ભાદરવામાં તાવ આવે એ સા‚ કહેવાય.

ભાદરવાનો તડકો, ભેજ, ખાડાઓમાં ભરાયેલ પાણી, મેલેરીયા, મચ્છરો વગેરેને ભગાડવાનું કામ કરે છે. જેથી ભાદરવાના તડકા પડે તે ખૂબજ સા‚ માનવામાં આવે છે. ચોમાસા પછીના બેત્રણ માસ દરમિયાન આવેલુ નવુ પાણી કે જેનાથી થતા રોગો વિશે જણાવતા ડો. બક્ષીએ જણાવ્યું હતુ કે ચોમાસા દરમિયાન પાણીને ફીલ્ટર અથવાતો ઉકાળી-ગાળીને પીવાથી પાણીજન્ય રોગમાંથી આપણે બચી શકીએ છીએ.

ભાદરવો કે જેમાં શ્રાધ્ધના દિવસો દરમિયાન ઉપરાંત શરદ પૂર્ણિમા, નવરાત્રી વગેરેમાં દૂધ ને મહત્વ આપવામાં આવે છેતે અંગે જણાવતા ડો. ભીમાણીએ જણાવ્યું હતુ કે ચોમાસામાં અથવા તો ઠંડી ઋતુમાં પિતની વિકૃતિ વધતી જોવા મળે છે. જેથી પિતનો સંચય બરાબર થાય અને તેનું બેલેન્સ જળવાય તેવા હેતુથી દુધ-ખીર, દુધપૈવા વગેરે ગ્રહણ કરવા જણાવાયું છે.

મોડીરાત્રે લેવામાં આવતો આહાર અને તે પણ ‘ફાસ્ટફૂડ’ વગેરે શરીર માટે કેટલુ નુકશાન કારક તે અંગે રજૂઆત કરતા ડો. બક્ષીએ જણાવ્યું કે આયુર્વેદના નિયમ પ્રમાણે જીવન જીવવામાં આવે તો જીવન સ્વસ્થ રહી શકે. જોકે મોડીરાત્રે લેવાતો અને વિ‚ધ્ધ ખોરાક પાચન તંત્રના રોગોને આમંત્રણ આપે છે.એટલે બારેમાસ યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય ખોરાક લેવો એ પણ જીવન જીવવાની એક કલા છે. સાથે સાથે શરદ ઋતુમાં ખાસ કરીને ઉકાળેલુંપાણી કેજેમાં સૂંઠ, સુવાદાણા, વાવડીંગવાકુંભા નાખી અને પાણી પીવામાં આવે તો મરડા જેવા રોગના જંતુ તુરંત નાશ પામે છે. ખાસ કરીને પહેરવેશ ખાન-પાનમાં જો ધ્યાન આપવામા આવે તો તંદુરસ્ત રહી શકાય અને આયુર્વેદ જ એક માત્ર એવું સાયન્સ છે જે પંચ મહાભૂત આત્મા,મન, કાલ અને દિશા પર કામ કરે છે. તેમ પણ ડો. ભીમાણીએ ઉમેર્યું હતુ. તંદુરસ્ત રહેવા માટે સવાર, બપોર સાંજે લેવાતા આહાર અંગે ડો. બક્ષીએ જણાવ્યું હતુ કે સવારે ફુલ નાસ્તો કરવો જોઈએ ઉપરાંત બપોરે રાબેતા મુજબનું ભોજન ઉપરાંત રાત્રે ખીચડી-ભાજી અને બે ચમચી ઘી જમવું જોઈએ ઋતુ મુજબના ફ્રૂટનો આહાર પણ લેવો જોઈએ અને અગત્યની બાબત એ છે કે જયાં સુધી અગાઉ લીધેલો ખોરાક ન પચે ત્યાં સુધી બીજો ખોરાકન લેવો જોઈએ કારણ કે તેનાથી અપચો થાય છે. અને અનેક રોગોના ભોગ બનવું પડે છે.

‘સતમ્’ જીવમ શરદમ્’ શબ્દનો ઉલ્લેખ કરતા ડો. ભીમાણીએ કહ્યું કે શરદ ઋતુ વાયુજન્ય પિતની બીમારી થવાની સંભાવના રહેલી છે. અને આ ઋતુમાં ઠંડક, ભેજ વાતાવરણના કારણે ભાદરવાના તડકાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને શરદ્માં ત્રિદોષની અવ્યવસ્થામ પાચન શકિત જેને અંગ્રેજીમાં ઈમ્યુનીટી કહે છે તે ઘટવા અથવા મંદ પડવાના કારણે અનેક રોગો થવાની સંભાવના રહેલી છે. જેથી ખાન-પાન વગેરેમાં ધ્યાન રાખવામાં આવે તો સ્વસ્થ રહી શકાય અને શરદ સચવાય તો આખું વર્ષ સા‚ જાય તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. સતમ જીવં શરદમ્ યોગ્ય સુત્ર છે.

શરદઋતુમાં સ્વસ્થ રહેવા ખાન-પાનમાં ખાસ ધ્યાન આપવા ઉપરાંત પાચન શકિતને મજબુત રાખવી ખાસ જા રી છે. અને આ ઋતુમાં તજ-તમાલપત્ર, તીખા, લવીંગ, આદુ, કાવો, તુલસી, અરડુશી વગેરેના સેવનથી પાચન શકિતને પણ બળ મળશે તેમ અંતમાં બંને તજજ્ઞ તબીબોએ જણાવ્યું હતુ. વૈદ્યસભાના ડો. પુલકીન બક્ષી અને ડો કેતન ભીમાણીએ અંતમાં જણાવ્યું હતુ કે અહિં કરણપરા ખાતે આવેલ ધનવંતરી મંદિર ખાતે નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યા છે. સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ દરમિયાન માત્ર ૧૦ ‚પીયાની ટોકન ફીમાં દર્દીઓ આયુર્વેદ સેવાનો લાભ લઈ સ્વસ્થ રહી શકે છે.