Abtak Media Google News

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની રજૂઆત  રંગ લાવી

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ નબળા પડતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કાચા થી ડામર રોડ બનાવવા માટે રાજ્ય સરકારમાં સફળ  રજૂઆત કરતા રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડામર રોડ બનાવવા માટે રૂપિયા ૧૨ કરોડ ની ફાળવણી કરી જોબ નંબર આપતા તાલુકામાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે બાબરા તાલુકાના પ્રવાસ દરમિયાન ગામડાઓના રસ્તાઓ બિસમાર બન્યાં હોવાનું ધ્યાનમાં પણ આવ્યું છે સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા રજુઆત પણ મળેલ છે જેથી રાજ્ય સરકાર પાસે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ તાલુકાને રોડ રસ્તાઓ બ્રિજ નાળાની મજૂર કરવા બાબતે રજુઆત કરવામાં આવતા હાલ ૧૨,  કરોડના રસ્તાઓ મંજુર કરાવી જોબ નંબરની ફાળવણી કરવામાં આવી છે અને થોડા સમયમાં કામગીરી પણ શરૂ કરવામાં આવશે

બાબરા તાલુકામાં વલારડી થી ચિતલ ૯.૫૦ કિલોમીટર તેમજ જીવાપર –  થોરખાણ ૪.૫૦ કિલોમીટર અને મોટા દેવળીયા થી ગમપીપળીયા સુધી નો રસ્તો ૭ કિલોમીટરનો બનશે

ઉપરોક્ત તમામ માર્ગ નોન પ્લાન હેઠળ માટીકામ, મેટલીગ, સીસીરોડ,નાળા તેમજ માઇનોર બ્રિજ પણ બનાવશે તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.