Abtak Media Google News

ગણેશ મહોત્સવ નિમિતે મૂર્તિ વિસર્જન કરવા તેમજ પર્યાવરણની જાળવણી જળસ્ત્રોતોમાં પ્રદુષણ થતું અટકાવવા રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૫/૯/૨૦૧૮ થી તા.૨૩/૯/૨૦૧૮ સુધીની મુદત માટે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

જે મુજબ, આગામી સમયમાં સક્ષમ અધિકારીને પૂર્વ મંજુરી વગર ગણેશવિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં. સક્ષમ સ્થાનિક સતામંડળએ મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચીત કરવાની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં. પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ તળાવ નદી કુવામાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં.

મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને હાઈકોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ પઘ્ધતિ સિવાયની કોઈપણ પઘ્ધતિથી મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં.

આ જાહેરનામાની અમલવારીનો વિસ્તાર રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ સિવાયનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો તમામ વિસ્તાર રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.