Abtak Media Google News

પૂ.પ્રમુખ સ્વામીજીના ૯૮માં જન્મજયંતી મહોત્સવ નિમિતે

સંતવર્ય પૂ. પ્રમુખસ્વામી મહારાજના૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે સુખનું સરનામું વિષય પર રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, ગોલ્ડ ડીલર એસોસિએશન, સિલ્વર મેન્યુફેકચર એસોસિએશન તા ઈમિટેશન જ્વેલરી એસોસિએશનના વેપારીઓ, પ્રતિષ્ઠિતો અને યુવાધન માટે ‘પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦૦ જેટલા વેપારીઓએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.1 78

રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ‘સુખનું સરનામું’ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ માણસ માટે સાચું સુખ માત્ર પૈસા, પર્દા, પદ અને પ્રતિષ્ઠામાં ની પરંતુ સાચું સુખ તો સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ અને સેવામાં છે એ વિષયક વાત સમજાવી જીવનમાં આગળ વધી, પ્રગતિ કરી શકીએ એ વિષયક ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. સમારોહના અંતે ડીસેમ્બરમાં યોજાનાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજુ કરવામાં આવ્યો હતો. સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા ધૂન અને કીર્તનના ગાન સો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્તિ સૌએ પ્રેરણા પ્રાપ્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.