Abtak Media Google News

કોરાનાની મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રમુખ બકુલ રાજાણી, લાઈબ્રેરીના ચેરમેન અને સફાઈ કામદારોનું ઈન્ચાર્જ ડિસ્ટ્રીકટ જ્જ દવેના હસ્તે સન્માન: ધરણામાં સહયોગ આપનાર સિનિયર-જુનિયર એડવોકેટનો આભાર માનતું બાર

કોરોનાની મહામારીથી છેલ્લા 11 માસથી રાજયની ચાર મહાપાલિકાની અદાલતોની ફીઝીકલ કામગીરી શરુ કરવા હાઈકોર્ટના રજીસ્ટ્રર દ્વારા કરાયેલી જાહેરાત બાદ રાજકોટ બાર  એસોસીએશન દ્વારા ઉત્સવ મનાવી  કોરાનાની મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રમુખ બકુલ રાજાણી, લાઈબ્રેરીના ચેરમેન અને સફાઈ કામદારોનું ઈન્ચાર્જ ડીસ્ટ્રીકટ  જ્જ દવેના હસ્તે સન્માન  ધરણામાં સહયોગ આપનાર સિનિયર જુનિયર એડવોકેટનો બાર દ્વારા આભાર માનવામાં આવ્યો છે.

Dsc 1104

કોરોનાની મહામારીથી છેલ્લા 11 માસથી રાજયની ચાર મહાપાલિકાની અદાલતોની ફીઝીકલ કામગીરી શરુ કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ, મુખ્યમંત્રી અને કાયદામંત્રીને અનેક રજુઆત કરવા છતાં કોર્ટનો પ્રારંભ ન થતા બાર એસોસીએશન દ્વારા તા. ર ફેબ્રુઆરીથી અનિશ્ર્ચતમુદત સુધી ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનનો પ્રારંભ કર્યો હતો. જેમા સતત ચાર દિવસ સુધી બાર એસો.દ્વારા કરવામાં આવેલા ધરણા બાદ હાઇકોર્ટ દ્વારા તા. 5-2-21 ના રોજ તમામ કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી તા. 1-3-21 ના રોજથી સમય 10.45 થી 6.10 વાગ્યા સુધી રેગ્યુલર ચાલુ કરવાનો પરીપત્ર આવેલો હતો. જે નિર્ણયથી વકીલ આલમમાં હર્ષની લાગણી છે.

બાર એસો. દ્વારા સદરહું વિરોધ પ્રદર્શન ધરણા સફળ થયેલા છે. જેથી બાર એસો. દ્વારા પ્રમુખ બકુલભાઇ રાજાણીની સુચના અનુસાર આજ રાજ ઉત્સવ મનાવ્યો હતો જેમાં કોરાનાની મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રમુખ બકુલ રાજાણી, લાઈબ્રેરીના ચેરમેન અને સફાઈ કામદારોનું ઈન્ચાર્જ ડીસ્ટ્રીકટ  જ્જ દવેના હસ્તે સન્માન  ધરણામાં સહયોગ આપનાર સિનિયર જુનિયર એડવોકેટનો બાર દ્વારા આભાર માનવામાં આવ્યો છે.

આ તકે ઈન્ચાર્જ ડિસ્ટ્રીકટ જ્જ, અધિક સેન્સસ સહિત 54 જયુડીસરી આ ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાર એસો.ના સિનિયર જુનિયર એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.