Abtak Media Google News

આ વર્ષે 62 દિવસ યાત્રા ચાલશે દરરોજ 500 યાત્રાળુઓને દર્શનની અપાશે મંજૂરી

વિશ્વભરના શિવ પ્રેમીઓ માટે જીવનનો એક અદભુત લાવવો ગણાતા બરફીલા બાબા અમરનાથના દર્શન માટે અમરનાથ યાત્રાનું સોમવારથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે વર્ષ 2023-24 ની યાત્રા 62 દિવસ ચાલશે અને દરરોજ 500 યાત્રાળુઓને દર્શન માટેની મંજૂરી આપવાનું અમરનાથ સાઈન બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પેલી જુલાઈથી શરૂ થનારી આ યાત્રા માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઈન માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી સોમવારે 17મી એપ્રિલે વિધિવત રીતે ઓફલાઈન અને ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે.

આ વર્ષે અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરુ થવાની છે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાશે. કાશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં અમરનાથની વાર્ષિક તીર્થયાત્રાનું મેનેજમેન્ટ અમરનાથ શ્રાઈન બોર્ડ કરે છે. શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ કહ્યું કે, આ વખતની યાત્રાને વધુ સુવિધા સભર બનાવવામાં આવશે અને તેની તૈયારીઓ પરિપૂર્ણ થવામાં આવે છે આ વર્ષે દરરોજના 500 યાત્રીઓની બંને બાજુ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે

બરફીલા પહાડો વચ્ચે બાબા અમરદાસ ની ગુફામાં બરફનું શિવલિંગ સ્વયંભૂ રચાય છે, અને તેના દર્શન ભગવાન શિવ સાથે સન્મુખ મુલાકાત જેવો ભવ્ય અલૌકિક આનંદ આપે છે, બાબા અમરનાથની ગુફા ની શોધ અને યાત્રાના પ્રારંભનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે, એક બકરવાલને સૌ પ્રથમ અમરનાથની ભવ્ય શિવલિંગ સાથેની ગુફા મળી હતી ,  કાળક્રમે ક્રમે શિવભક્તો માટે આસ્થાનું પ્રતીક બનેલી અમરનાથ યાત્રા આજે સમગ્ર વિશ્વના શિવભક્તોની સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે જીવનમાં એકવાર અવશ્ય  લહાવો  લેવાનું અવસર બન્યો છે. આ વર્ષની યાત્રા માટે ઓનલાઇન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.