Abtak Media Google News

2023માં રાજસ્થાન રોયલ્સની તમામ મેચમાં ખેલાડીના હેલ્મેટ ઉપર એસબીઆઈ લાઈફનો લોગો જોવા મળશે

દેશમાં વિશ્વાસપાત્ર લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ લાઇફ દ્વારા સૌથી મોટી ક્રિકેટ લીગની 2023 ની સીઝન માટે રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય હેલ્મેટ ભાગીદાર તરીકે જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણના ભાગરૂપે 2023 માં રાજસ્થાન રોયલ્સની તમામ મેચમાં તેમના હેલ્મેટ ઉપર એસબીઆઈ લાઇફનો લોગો પ્રમુખ રીતે દર્શાવવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે એસબીઆઈ લાઇફનું આ વ્યૂહાત્મક જોડાણ મેદાન ઉપર હેલ્મેટને કારણે મળતી સુરક્ષાનું મહત્ત્વ એ જ રીતે દર્શાવે છે જે રીતે માટે જીવનવીમાની સુરક્ષા આવશ્યક છે. ક્રિકેટમાં હેલ્મેટ સૌથી અગ્રીમ રીતે દૃશ્યમાન હોય છે અને તેના દ્વારા એસબીઆઈ લાઇફ પ્રતીકાત્મક રીતે વીમાના મહત્ત્વ ઉપર ભાર મૂકે છે. ક્રિકેટ જગતની સૌથી વધુ જોવાતી લીંગમાં આ રીતે હાજરીને કારણે આ બ્રાન્ડ વર્તમાન ગ્રાહકો સાથે મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરે છે અને એ દ્વારા વીમાના મહત્ત્વ ઉપર ભાર મૂકે છે.

આ અંગે પોતાનો હરખ વ્યક્ત કરતા એસબીઆઈ લાઇફ ઈન્સ્યોરન્સના ચીફ ઑફ બ્રાન્ડ , કમ્યુનિકેશન એન્ડ સીએસાર  રવીન્દ્ર શર્માએ કહ્યું કે , ” એસબીઆઈ લાઈફ આપણા જેવા ક્રિકેટ પ્રેમી દેશના ચાહકોને પ્રિય એવી સૌથી મોટી ક્રિકેટ લીગમાં ’ દિલ સે રોયલ સૂત્ર સાથે પ્રવેશ કરે છે . એક મુખ્ય રમતના ક્ષેત્રમાં આ રીતે એસબીઆઈ લાઇફે સીમાચિહ્ન રૂપ જોડાણ કર્યું છે. એક બ્રાન્ડ તરીકે અમે સતત એવા અર્થપૂર્ણ જોડાણ કરતા રહ્યા છીએ જે ગ્રાહક સાથે વધુ ઊંડાણભર્યો સંપર્ક પ્રસ્થાપિત કરે. આજના આ માહિતી યુગમાં એક રમત તરીકે ક્રિકેટની અમારી પસંદગી, જે સૌથી મોટી ક્રિકેટ લીગ છે તેમાં એક ટીમ તરીકે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાણ કર્યું છે અને તેમાં હેલ્મેટ એક એસેટ છે જે બ્રાન્ડના મુખ્ય હેતુને યોગ્ય રીતે પૂર્ણ કરે છે. પોતાનાં સ્વપ્ન સાકાર કરવા માંગતી વ્યક્તિના જીવનમાં વીમાનું સુરક્ષા કવચ, જે અહીં હેલ્મેટના પ્રતીક દ્વારા પ્રતિબિંબિત થાય છે- તે પૂરું પાડનાર બ્રાન્ડ તરીકે જોડાતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. હેલ્મેટ ખેલાડીઓનું રક્ષણ કરે છે અને તેઓ અનહોની થવાના ભય વિના રમી શકે છે . રાજસ્થાન રોયલ્સની ટીમના હેલ્મેટ આ બ્રાન્ડની હાજરીથી અનેક લોકો દ્વારા તેની નોંધ લેવાથી અને એ રીતે વીમા દ્વારા નિશ્ચિત સુરક્ષાનો સંદેશો ઘરેઘરે પહોંચશે.

આ ભાગીદારી અંગે પ્રતિભાવ આપતા રાજસ્થાન રોયલ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેક લશ મેક્રમે કહ્યું કે , ” એસબીઆઈ લાઇફ સાથે જોડાણ કરીને અમે રોમાંચિત છીએ. આ એ કંપની છે જે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. એક ટીમ તરીકે રોયલ્સ માને છે કે આ રમત દ્વારા રચનાત્મક પરિવર્તન લાવી શકાય છે અને આ ભાગીદારી એ માન્યતાની જ ઘોષણા છે. તમામ માટે વીમાના મહત્ત્વને સાથે મળીને પ્રમોટ કરવા તથા અમારા ચાહકો અને અન્ય સમુદાયો માટે અર્થપૂર્ણ તકો ઊભી કરવાની અમે આશા રાખીએ છીએ. “

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.