Abtak Media Google News

અગાઉ ખૂનના ગુનામાં હોવાથી સ્વબચાવ માટે હથીયાર રાખ્યાની કબુલાત

મવડી રોડ પર આનંદ બંગલા ચોક પાસેથી અગાઉ ખુનના ગુનામાં ઝડપાયેલા બાવાજી શખ્સને ત્રણ જીવતા કાર્ટીસ અને દેશી બનાવટની પિસ્તોલ સાથે એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે. ખુનના ગુનામાં હોવાી પોતાના સ્વબચાવ માટે આઠેક વર્ષ પહેલા કોલકીના અશોક નામના શખ્સ પાસેથી પિસ્તોલ ખરીદ કર્યાની કબુલાત આપી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ગોકુલધામ સોસાયટી પાછળ આવેલા જય રામના દ્વારકાધીશ સોસાયટીમાં રહેતો પ્રવિણભારી પરમભારી ગૌસ્વામી નામનો બાવાજી શખ્સ આનંદ બંગલા ચોક પાસે દેશી બનાવટની પિસ્તોલ સાથે જીવતા કાર્ટીસ સાથે હોવાની બાતમીના આધારે એસઓજીના કોન્સ્ટેબલ આર.કે.જાડેજાએ ઝડપી લીધો છે.12 1બાવાજી શખ્સની વિશેષ પુછપરછ કરતા તે અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલો હોવાી તેને પોતાના સ્વબચાવ અર્થે આજથી આઠેક વર્ષ પહેલા કોલકીના અશોક નામના શખ્સ પાસેથી હથીયાર ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે પ્રવિણભારીની કબુલાત પરથી અશોકની શોધખોળ હાથ ધરી છે. બાવાજી શખ્સ જમીન-મકાનનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.