Abtak Media Google News

Table of Contents

BCIની ૨૬મી બેઠક સીઝન્સ હોટેલ ખાતે યોજાઇ: BCIમાં ૯૪ સભ્યો કાર્યરત: અત્યાર સુધીમાં BCIના રાજકોટ ચેપ્ટરે આપ્યો છે ૧૪ કરોડનો બિઝનેસ

વધી રહેલા સ્પર્ધાના યુગમાં વેપારીઓ ધંધાનો વ્યાપ વધારવા તથા સ્પર્ધામાં ટકીરહેવા નવા નવા નુસ્ખા અજમાવતા હોય છે અને તેમની ક્ષેત્રની સ્પર્ધામાં ટકી રહેવા નવી ઓફર્સના માધ્યમથી પ્રયત્નશીલ હોય છે. જેની સામે બિઝનેશ કનેકટ ઈનિડયા (બીસીઆઈ) સ્પર્ધા અને હરિફાઈના યુગમાં સ્પર્ધાક નહી પણ સહકારના શુત્ર સાથે ચાલી રહ્યું છે.
બીસીઆઈ દ્વારા તમામ ક્ષેત્રનાં વેપારીઓને એક ચેપ્ટરના માધ્યમથી બીજા ક્ષેત્રનાં વેપારીઓ સાથે જોડીને વેપારનો વ્યાપ વધારાય છે. ટુંકમાં ઉદાહરણ સ્વરૂપ કદીએ તો હાર્ડવેર ક્ષેત્રના વેપારીને ક્ધસ્ટ્રકશન ક્ષેત્રે જોડી ધંધાનો વ્યાપ વધારવામાં આવે છે.

Bci-Is-The-Best-Medium-For-Expanding-Business
bci-is-the-best-medium-for-expanding-business

બીસીઆઈ દ્વારા આજ ૨૬મી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ક્ષેત્રનાં આશરે ૧૦૦ જેટલા વેપારીઓએ હાજરી આપીહતી. આ તકે તમામ વેપારીઓએ પોત પોતાના ધંધાનો વિષય, વ્યાપ અને જરૂરીયાત રજૂ કરી હતી. હાજર વેપારીઓમાંથી જો કોઈને એ ક્ષેત્રને લગતા કોઈપણ પ્રોડકટની જરૂરીયાત હોય તો તે ત્યારે જ નોંધણી કરાવી શકે છે. જે બાદ તે બંને વેપારીઓ સાથે જોડાઈને એકબીજાને મદદરૂપ બને છે. આ મીટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા બીસીઆઈના ફાઉન્ડર સહિતના મેમ્બરો હાજર રહ્યા હતા.

ઉદ્યોગકારો માટે બીસીઆઈ સોનેરી તક સમાન સાબિત થશે: વી.પી. વૈષ્ણવ

V.p. Vaisnav

આ તકે વી.પી. વૈષ્ણવ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટે કહ્યું હતુ કે બીસીઆઈ એ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો માટે એક ખૂબ સારૂ પ્લેટફોર્મ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કઈ રીતે આયાત નિકાસ કરી શકાય તે માટે બીસીઆઈ શ્રેષ્ઠ માર્ગદર્શન છે. તથા ઉદ્યોગકારો માટે બીસીઆઈ સોનેરી તક સમાન સાબીત થશે. તેમણે જણાવ્યું હતુ કે રાજકોટવાસીઓ હર હંમેશ માટે ધંધા સાથે જોડાયેલા છે અને તેમણે આ તક ઝડપી વધુને વધુ બીસીઆઈના માધ્યમનો ઉપયોગ કરીને પોતાનો ધંધો વધારવો જોઈએ.

અહીથી રેફરન્સ ઉભો થાય છે અને ગ્રાહકો મળે છે: કાર્તિક કેલા

Kartik Kela

કાર્તિક કેલા (ચેતન એન્ટરપ્રાઈઝ)એ કહ્યું હતુ કે અમે ડીઝલ એન્જીન અને એગ્રીકલ્ચર પાર્ટસના ઉત્પાદક છીએ ડીઝલ એન્જીન ક્ષેત્રે રાજકોટ વિશ્ર્વ લેવલે હબ તરીકે ઓળખાય છે. છેલ્લા દોઢ વર્ષથી હુ બીસીઆઈ સાથે જોડાયેલો છું અહીયાથી ખૂબજ સારો રેફરન્સ ઉભો થાય છે. રેફરન્સના માધ્યમથી ખૂબ જ સારો ગ્રાહક વર્ગ પણ મળી રહે છે.

બીસીઆઈએ મિત્રો આપ્યા છે, ઘણુ-બધુ શીખવા મળ્યું છે: કિરણ જાટકીયા

Kiran Jatakiya 1

કિરણ જાટકીયા (પરમેશ્વર ઈલેકટ્રોટેક)એ જણાવ્યું હતુ કે સામાન્યત: અમે ‘સીસીટીવી કેમેરા કીંગ’ તરીકે પ્રખ્યાત છીએ સીસીટીવી કેમેરા અને ટાઈમ ઈલેકટ્રોટેક મશીનના ઉત્પાદક છીએ બીસીઆઈના માધ્યમથી તથા મેમ્બર્સના માધ્યમથી ખૂબ સારો ધંધો મળી રહ્યો છે. ઉપરાંત મને બીસીઆઈના માધ્યમથી મને બધુ શીખવા મળ્યું છે આદત-ચાલ-ઢાલ મને શીખવા મળ્યું છે. તેમજ બીસીઆઈએ મને ખૂબ સારા મિત્રો આપ્યા છે.

બીસીઆઈમાં છેલ્લા એક વર્ષથી સામેલ સંજય તંતી

Sanjay Tanti

સંજય તંતી (મીરીકલ ફેમીલી વેલફર પ્લાનર)એ જણાવ્યું કે અમારો બીઝનેશ ઈન્સ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટમાં કાર્યરત છે. બીસીઆઈમાં છેલ્લા ૧ વર્ષથી સામેલ છું જે ખૂબજ સારૂ પ્લેટફોર્મ છે. જે તમને સેલ્ફ ડેવલોપમેન્ટ કરી શકે છે. અને તમને સારા સારો અનભવો કરવા મળે છે. કે જયાંથી તમે તમારા બીઝનેશ અને લાઈફમાં ઘણુ સારૂ કરી શકો.

ધો.૧૦-૧૨ પાસ થયેલાઓને સ્પેશ્યલ ટ્રેનીંગ આપતા ધારા ગણાત્રા

Dhara Ganatra

ધારા ગણાત્રા (પીએન્ડબી કન્સલ્ટન્સી)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં મેન્યુફેકચરીંગ નીચે સર્વીસ સેન્ટર્સ ચાલુ છે. ત્યાં લો લેવલથી હાયર લેવલ સુધી પહોચાડવાનું રીમ્યુટમેન્ટ કરૂ છું બેઈઝીક મારૂ વર્ક એ છે કે જે ૧૨ પાસ છે. ૧૦ પાસ છે તેમના માટે અકે સ્પેશીયલ ટ્રેનીંગ આપવા માગું છું એને કોઈ ફીલ્ડમાં જવુ છે તો તેમને સીખડાવીને આગળ વધારૂ છું.

રેગ્યૂલર એન્ટી વાયરસ અપડેટ કરવાની સલાહ આપતા ધવલ લોટિયા

Dhaval Latiya

ધવલ લોટીયા (સ્કાઈટેડ ટેકનોલોજી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે કમ્પ્યુટર અને આઈ.ટી. સોલ્યુશન સર્વીસએ છીએ હેકર્સ દ્વારા થતા રેન્સમ એટેકથી બચવા માટેના એન્ટી વાયરસ પુરા પાડીએ છીએ આઈ.ટી.ને લગતા તમામ પ્રિવેન્શન અમો આપી રહ્યા છીએ. તથા ડેટા મેઈન્ટેનમાં મદદગાર બનીએ છીએ. તેમણે ડેટા કરપ્ટ ના થાય તે માટે દરરોજ બેકઅપ લેવું. રેગ્યુલર એન્ટી વાયરસક અપડેટ કરવાની સલાહ આપી હતી.

સલુન સર્વિસમાં અલગ અલગ ગ્રુપ મેળવતા અભિજીત કાંચા

Abhijit Kacha

અભીજીત કાંચાએ ‘અબતક’ સાથેની વાતચીતમા જણાવ્યું કે તેઓને પ્રોફેસનલ સલુન જે અમે સર્વીસ બેઈઝમાંથી આપીએ એ અમારો મોટે એ છે કે આજકાલ સલુસ સર્વીસ પ્રોફેસનલી કેવી રીતે આપવી એ સોલ્યુશન અમને મળે છે. પછી અમારે ત્યાં બધી જ સર્વીસ મળી રહે છે. મેકઅપ એ અમારી પર્સનાલીટી ડેવલોપ કરે છે. બીસીઆઈમાં જોડાવાથી અમને ખૂબ ફાયદો મળ્યો છે. અને જેમાં અમને અલગ અલગ ગ્રુપ મળે છે. જેથી ખૂબ સારો પ્રતીસાદ મળે છે.

બાંધકામ ક્ષેત્રે જોડાયેલા લેબર્સનું ઈન્સ્યોરન્સ રાખવુ ખૂબજ અગત્યનું: વી.જી. રાદડિયા

V.g. Radadiya

વી.જી. રાદડીયા (ફાઉન્ડીંગ મેમ્બર બીસીઆઈ)એ જણાવ્યું હતુ કે હું પોતે કોન્સ્ટ્રકશન એટલે કે બાંધકામક્ષેત્ર સાથ જોડાયેલા છું જયારથી તેઓ બીસીઆઈ સાથે જોડાયો છું ત્યારથી જ મારા ધંધામાં મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુમાં તેમણે બાંધકામ ક્ષેત્ર જોડાયેલા લોકોને સલાહ આપતા કહ્યું હતુ કે, તમામ લેબર્સનું ઈન્સ્યોરન્સ રાખવું ખૂબ જ અગત્યનું છે. તથા તમામ સાધન સામગ્રીઓ હોવી જરૂરી છે.

બીસીઆઈ  થકી સારો એવો બિઝનેસ મળ્યો: જયસુખ રામાણી

Jaysukh Ramani

જયસુખ રામાણી (રંજન ઈન્ડસ્ટ્રીઝ)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે એ એમની બ્રાન્ડ છે. જેડ એન. આર. પંપ અને સબમર્શીબલ પંપ સેટ તેઓ બનાવે છે. અડધો એચપીપી સાથે એચ.પી. સુધી અને એક ફૂટથી બે ફૂટ બે હજાર કેપીસીટીના પંપ સેટ બનાવીએ છીએ અમારા ઘણા પ્રોજેકટ રાજકોટમાં પણ ચાલે છે. અને ઓલ ઈન્ડીયા ડીલર ડીસ્ટીબ્યુટર છે. અત્યારે અપડેટ વર્ઝન પ્રમાણે સીએનસીવીએનસીનો ઉપયોગ કરીએ છીએ નવી ટેકનોલોજીથી બીસીઆઈમાંથી અમને તે જયારથી ચાલુ થયું ત્યારથી તેમનો સભ્ય છું અને સારો એવો દોઢ કરોડનો બીઝનેસ મળેલ છે.

બ્રાન્ડ, કેટલોગ, નેટવર્કીંગ સંપૂર્ણ BCIના સપોર્ટથી થયું: આકાશ દોમડિયા

Aakash Domadiya

આકાશ દોમડીયા (કંપની જીનીવા સ્ટીલ)એ જણાવ્યું કે તેઓ બી.સી.આઈ.માં છેલ્લા એક વર્ષેથી જોડાયેલ છું મને બીસીઆઈમાં આવતા ઘણો ફાયદો થયો છે. જેમાં મારી બ્રાન્ડ, કેટલોગ, નેટવર્કીંગ એ સંપૂર્ણ બી.સી.આઈ.ના સપોર્ટથી જ થયું છે અને બી.સી.આઈ.માં મને હોદો મળેલ છે. જે સીટીંગ એરેન્જમેન્ટનું સંભાળું છું માર્કેટમાં હાર્ડવેર પ્રોડકટ, સ્ટેનલેસ સ્ટીલ બનાવું છું ડોર સેટ પણ બનાવીએ છીએ.

ધંધાના વ્યાપ સાથે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને ખૂબ સારા મિત્રો મળ્યા: ઉર્વશી મનાતર

Urvashi Manatar

ઉર્વશી મનાતર (ખુશી ફાયનાન્સીયલ સર્વીસ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ૧૪ વર્ષથી ફાયનાન્સીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. છેલ્લા દોઢ વર્ષથી બીસીઆઈ સાથે જોડાયા છીએ જે બાદ અમને ધંધાના વ્યાપ સાથે પર્સનાલીટી ડેવલપમેન્ટ તથા ખૂબ સારા મિત્રો મળ્યા છે. જે બદલ હું બીસીઆઈની આભારી છું.

શરૂઆતમાં બિઝનેસ ગ્રુપ લાગ્યું પરંતુ તેમાં જોડાતા બહોળો ગ્રાહક વર્ગ મળ્યો: ડો. હાર્દિક અજમેરા

Dr. Hardik Ajmera

ડો. હાર્દિક અજમેરા (ડેન્ટિસ્ટ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે અમો દાંતના વિભાગના નિષ્ણાંતો છીએ અમારી એક કલીનીક હેઠળ જ દાંતની વિવિધ સમસ્યાઓના જુદા જુદા નિષ્ણાંતો દ્વારા સારવાર મળી રહે છે તેમણે કહ્યુંં હતુ કે મે જયારે બીસીઆઈ વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે આ એક બિજનેશ ગ્રુપ છે જેમાં મારા માટે કંઈ પણ નથી પરંતુ જયારે હું અહીયા આવ્યો ત્યારથી મને બહોળો ગ્રાહક વર્ગ તથા લાઈફલોંગ મિત્રતા મળી છે.

મારા ધંધાની તમામ સમસ્યાનું સમાધાન બીસીઆઈના માધ્યમથી થયું: જય દોમડિયા

Jay Domadiya

જય દોમડીયા (ગ્રીન વર્લ્ડ ઓવરસીઝ)એ જણાવ્યું હતુ કે અમો કાર એસેસરીઝની આયાત કરીએ છીએ અને હાર્ડવેર પ્રોડકટસનો નિકાસ કરીએ છક્ષએ કાર એસેસરીઝમાં હાલ અમારી પાસે એક નવી પ્રોડકટ છે જે સીટ કવર છે આ સીટ કવરનું કુલીંગ પણ આપે છે. જે ખૂબજ ટ્રેન્ડમાં છે તેમણષ બીસીઆઈ વિશે જણાવ્યું હતુ કે હું જયારે બીસીઆઈમાં જોડાયો ત્યારે મારામાં સ્ટેજ ફીવર હતો તથા સેલ્સ કોનફીડન્સનો અભાવ હતો પરંતુ બીસીઆઈએ મારામાંથી સ્ટેજ ફીવર દૂર કરીને સેલ્ફકોન્ફીડેન્સ આપ્યો છે. મારા ધંધાને લગતી તમામ સમસ્યાનું સમાધાન બીસીઆઈના માધ્યમથી મળ્યું છે.

અહી એક વેપારી વિવિધ ક્ષેત્રના વેપારીઓ સાથે સીધા સંપર્કમાં આવે છે: હાર્દિક મજેઠીયા

Hardik Majethiya

હાર્દિક મજેઠીયા (પ્રમુખ બીસીઆઈ)એ જણાવતા કહ્યું હતુ કે કે બીસીઆઈ એક એવી જગ્યા છે. જયાં ગુજરાતનાં દરેક ખૂણેથી વેપારીઓ આવતા હોય છે. અહીથી તેમણે સ્ટાફ, મશીનરી, ગ્રાહક, પ્રોડકટસ તથા વિવિધ પ્રકારની સર્વીસ મિનિટોમાં મળી રહે છે. અહીથક્ષ એક વેપારી વિવિધ ક્ષેત્રનાં વેપારીઓ સાથે સીધા જ સંપર્કમાં આવે છે. જેના કારણે તેમને તમામ સર્વીસ તથા ગ્રાહકોનો મોટો વર્ગ મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે હાલ સુધી ૯૪ વેપારીઓ બીસીઆઈ સાથે જોડાઈ ચૂકયા છે. જે મેન્યુફેકચર, સપ્લાયર, રીટેલર, સર્વીસ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે જે એકબીજાને મદદરૂપ થાય છે. જેના ભાગરૂપે હાલ સુધીમાં ૧૪ કરોડ સુધીનો વેપાર કરાવી ચૂકયા છીએ.

બીસીઆઈ સાથે જોડાતા એક કરોડથી વધુનો વેપાર મળ્યો: વિજય સોરઠીયા

Vijay Sorathiya

વિજય સોરઠીયા (રાજ કુલીંગ સિસ્ટમ પ્રા.લી.)એ જણાવ્યું હતુ કે અમે એર કુલર, કુલીંગ ટાવર જેવી પ્રોડકટસ છેલ્લા ૧૪ વર્ષથી ઉત્પાદન કરી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષથી બીસીઆઈ સાથે જોડાયેલો છું જેના કારણે મને એક કરોડથી વધુનો વેપાર મળ્યો છે. આ વેપાર બીસીઆઈ થકી મળેલા નેટવર્કના કારણે મળ્યો છે. અહી આવતા વેપારીઓ જ નહી પરંતુ તેમના સંપર્કો દ્વારા પણ ધંધાનો વ્યાપ વધે છે. અહીના તમામ મેમ્બર્સ મારા ધંધાના બ્રાન્ડ એમ્બેસેડર છે.

ધંધાને વધારવા બીસીઆઈ એ શ્રેષ્ઠ વિકલ્પ છે: અંજના પાઉં

Anjana

અંજના પાઉ (પિકઅપ માય લોન્ડ્રી)એ જણાવ્યું હતુ કે, અમે લોકોના દરવાજેથી કપડા લઈને હાઈજીનીક સ્ટ્રીમ સાર્થન કરી તેમના ઘેર પહોચાડીએ છીએ ઉપરાંત સુધારેલા શાક, પલ્સ, પણ પહોચાડીએ છીએ તેમજ અમારી ફર્મમાં ફકત મહિલાઓ જ કાર્યરત છે. અમારો અકે નવો ક્ધસેપ્ટ છે જે ફકત એક એપ્લિકેશન માધ્યમથી મળી રહે છે. તથા બીસીઆઈએ મારા ધંધાને વધારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

અહીંથી સીધો ગ્રાહક વર્ગ મળતા હું બીસીઆઈનો આભારી છું: સલીમ વીરપરીયા

Salim Visariya

સલીમ વિરપરીયા (બ્લીસ ઈવેન્ટસ એન્ડ એન્ટરટેનમેન્ટ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હુ સામાન્ય રીતે કોર્પોરેટ ઈવેન્ટસ કરૂ છું લોકોનો સમય ન બગડે અને પ્રસંગ પણ સારી રીતે

ગોઠવાય તે અર્થે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની કાર્યરત હોય છે. બીસીઆઈ સાથે જોડાયા બાદ મને

અહીથી સીધો ગ્રાહક વર્ગમળ્યો તેમજ તે ગ્રાહકો દ્વારા પણ મને મારા ક્ષેત્રને લગતા સંપર્કો મળ્યા જે બદલ હું બીસીઆઈનો આભારી છું.

જીંક મેટલમાંથી હાર્ડવેરની પ્રોડકટ બનાવતા કિશોર પીપળીયા

Kishor Pipadiya

કિશોર પીપળીયા (લોટસ હાર્ડવેર)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે હાર્ડવેર મેન્યુફેકચરીંગ હાર્ડવેરની પ્રોડકટ બનાવું છું હાર્ડવેરના અત્યારે જે હોટલ બનતી હોય છે. નવા નવા જે બીલ્ડીંગ બનતી હોય છે. તે દિવસેને દિવસે જરૂરીયાત વધતી જાય છે. જેમાં ગુજરાત હાર્ડવેરનું હબ છે. અમે જીંક મેટલમાંથી પ્રોડકટ બનાવીએ છીએ.

અમારા બિઝનેસમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો: ચિરાગ તંતી

Chirag Tanti

ચીરાગ તંતી (પાર્થ મેન્યુફેકચરીંગ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે સ્ટેનલેસ સ્ટીલની પ્રોડકટ બનાવીએ છીએ અમે સ્ટેનલેસ સ્ટીલના મેઈન ડોર હેન્ડલ બનાવીએ છીએ બી.સી.આઈ.માં છેલ્લી ૩-૪ મીનીટ એટેન્ડ કરાવું છું અને ૨૫ થી ૩૦ ટકાનો અમારે બીઝનેશમાં વધારો થયો છે. અને BCIમાંથી ખૂબજ સારૂ સોલ્યુશન પણ મળી રહે છે.

માત્ર બે જ મહિનામાં મને પરિવાર જેવો માહોલ મળ્યો: રાજેન્દ્ર પરમાર

Rajendra Parmar

રાજેન્દ્ર પરમાર (રીટેલર એન્ડ હોલસેલર સ્ટોક હાર્ડવેર)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમો હાર્ડવેરના રીટેલર તથા હોલસેલર વેપારી છીએ બીસીઆઈમાં આવ્યો તેને ફકત બે જ મહિના થયા છે. પરંતુ મને અહીયા એક પરિવાર જેવો માહોલ મળ્યો છે. તેમજ ફકત બે જ મહિનામાં ૭% જેટલો ધંધો બીસીઆઈના માધ્યમથી વધ્યો છે.

BCIમાં જોડાયા બાદ અભૂતપૂર્વ બિઝનેસ ગ્રોથ મેળવતા વિજય મારૂ

Vijay Maru

વિજય મારૂ (વિજય પ્લાસ્ટીક)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે અમે કેસ્ટાવ્હીલ, ટ્રોલી વ્હીલ્સનું સમગ્ર ભારતમાં નિકાસ કરીએ છીએ મેગા ઈન્ડસ્ટ્રીઝ, ફૂડ ઈન્ડસ્ટ્રીઝ કેમીકલ, ફાર્મસી માટે અમારી પાસે ટ્રોલી વ્હીલ્સ છે બીસીઆઈમાં જોડાયા બાદ ગ્રુપ નેટવર્ક મળ્યું છે જેના કારણે બિઝનેશ ગ્રોથ અભૂતપૂર્વ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.