Abtak Media Google News

ગુજરાતના જુદા જુદા ભાગોમાં તાજેતરના કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન પહોંચ્યું છે, આ વખતના વરસાદથી ગુજરાતમાં મસાલાના પાકને અસર થવાની શક્યતા છે જેમાં જીરું, ધાણા, વરિયાળી, મેથી અને એરંડો તેમજ ઇસબગુલ પણ મુખ્ય છે. આ તમામ મસાલા માટે ગુજરાત એક મહત્ત્વનો ઉત્પાદક પ્રદેશ છે. તાજેતરના વરસાદના કારણે આ મસાલાની માંગ અને પૂરવઠાનું સંતુલન ખોરવાઈ શકે છે.

માવઠાને કારણે ઉપજને વ્યાપક નુકસાન, ઉત્પાદન સારું હતું પણ નુકસાન પણ વધી જતાં હવે માંગ પ્રમાણે જથ્થો ઉપ્લબ્ધ ન થવાની ભીતિ

આ વખતે જીરુની ઉપજ ગયા વર્ષ કરતા વધારે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે જીરુની ઉપજમાં 20 ટકા જેટલી અસર થઈ શકે છે. તેનાથી ભાવ વધશે એવું મસાલાના વેપારીઓનું કહેવું છે. અન્ય રોકડિયા પાક જેવા કે ઇસબગુલ, મેથી અને વરિયાળીના ભાવ પણ વધવાની શક્યતા છે.
હાલમાં ગુજરાત અને રાજસ્થાન એ આખી દુનિયામાં જીરાના મુખ્ય સપ્લાયર છે. સિરિયા અને તુર્કી પણ આ પાકના મુખ્ય સપ્લાયર હતા, પરંતુ બંને જગ્યાએ હાલમાં વિકટ સ્થિતિ છે. સ્થાનિક અને નિકાસ બજારમાં ડિમાન્ડ વધવાની શક્યતા છે પરંતુ સપ્લાયને લગતા અવરોધો છે. એકમાર્ક પ્લેટફોર્મ પ્રમાણે 2023માં ગુજરાતમાં જીરુનું ઉત્પાદન 2.15 લાખ મેટ્રિક ટન હતું. હાલમાં ગુજરાતમાં લગભગ 30 ટકા જેટલો પાક કચ્છ અને બનાસકાંઠામાં લણણી કરવાનો બાકી છે.
કમોસમી વરસાદના કારણે આમાંથી મોટા ભાગનો પાક નાશ પામે અથવા ઉતરતી ગુણવત્તાનો હોય તેવી શક્યતા છે. એફઆઈએસએસના અંદાજ પ્રમાણે ચાલુ વર્ષમાં જીરુની માંગ વધીને 85 લાખ બેગ સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે તેનો સપ્લાય 65 લાખ બેગ હશે. એક બેગમાં 55 કિલો માલ હોય છે. જીરુના ભાવ પહેલેથી વધી ગયા છે. ગયા મહિને એનસીડેક્સ પર જીરુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો હતો જે 10 ટકા વધીને 330 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
હાલમાં રાજસ્થાનમાં 70 ટકા પાક લેવાનો બાકી છે જ્યારે ગુજરાતમાં 30 ટકા પાક ઉતારવાનો બાકી છે. આ બંને રાજ્યોમાં વરસાદ પડવાના કારણે પાકને નુકસાન થશે તેમ એફઆઈએસએસના ચેરમેન અશ્વિન નાયકે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાક લેવાની સિઝન પિક પર હતી ત્યારે જ કમોસમી વરસાદના બે રાઉન્ડ આવી ગયા છે. તેમાં 70 લાખ થેલી માલ આવવાની ધારણા હતી તેની સામે હવે વાસ્તવિક સપ્લાય 60થી 65 લાખ બેગ હશે. તેના કારણે ભાવમાં વધારો થયો છે.
ગુજરાત અને રાજસ્થાન જીરુંના મુખ્ય ઉત્પાદક, માંગમાં તીવ્ર ઉછાળો!
હાલમાં ગુજરાત અને રાજસ્થાન એ આખી દુનિયામાં જીરાના મુખ્ય સપ્લાયર છે. સિરિયા અને તુર્કી પણ આ પાકના મુખ્ય સપ્લાયર હતા, પરંતુ બંને જગ્યાએ હાલમાં વિકટ સ્થિતિ છે. સ્થાનિક અને નિકાસ બજારમાં ડિમાન્ડ વધવાની શક્યતા છે પરંતુ સપ્લાયને લગતા અવરોધો છે.
જીરુંના ભાવમાં 10 ટકાનો વધારો તો પહેલેથી જ આવી ગયો
આ વર્ષમાં જીરુની માંગ વધીને 85 લાખ બેગ સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે તેની સપ્લાય 65 લાખ બેગ જ થઈ શકે તેમ છે. એક બેગમાં 55 કિલો માલ હોય છે. જીરુના ભાવ પહેલેથી વધી ગયા છે. ગયા મહિને એનસીડેક્સ પર જીરુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો હતો જે 10 ટકા વધીને 330 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જો કે આ ભાવ હજુ પણ વધવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.