Abtak Media Google News

સપ્ટેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની સિરીઝ રમશે ત્યારબાદ દ.આફ્રિકા સામે 3 વન-ડે અને 3 ટી-20ની સિરીઝ રમાશે

ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારો ટી20 વર્લ્ડકપ મહત્વનો છે. ટીમ 9 વર્ષથી આઇસીસી ટ્રોફી નથી જીતી શકી. આ ઉપરાંત ગયા વર્લ્ડકપમાં પણ ટીમનુ પ્રદર્શન સારુ ન હતુ રહ્યું, અને ટીમ પહેલા જ રાઉન્ડમાંથી બહાર નીકળી ગઇ હતી. જોકે હવે કેપ્ટન બદલાઇ ગયો છે, રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં સીરીઝ રમી રહી છે. ટીમ વર્લ્ડકપ જીતવાની પુરેપુરી તૈયારીમાં લાગી છે. આ જ કારણે બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયામાં સીરીઝ કરાવવા માટે તૈયારીમાં છે અને કાંગારુ ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે.

ટી-20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો પોતાની રીતે તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ પણ નાના ફોર્મેટમાં ઘણા ખેલાડીઓને તક આપી તેમની ક્ષમતા ચકાસી રહી છે. ટી-20 વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, તેને જોતા ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવશે. વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. જે પહેલા સપ્ટેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની સીરિઝ રમશે. જ્યારે તે પછી તુરંત દ.આફ્રિકા સામે 3 વન-ડે અને 3 ટી-20ની સીરિઝ રમાશે.

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે, આ દરમિયાન 6 મેચો રમાશે. 3 ટી20 અને 3 વનડે  મચોની સીરીઝ સામેલ છે. જોકે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા વનડે મેચોના આયોજનને લઇને હજુ સુધી અંતિમ નિર્ણય નથી થયો. ઓસ્ટ્રેલિયન ટીમ હાલની ટી20 વર્લ્ડકપની ચેમ્પીયન ટીમ છે. આ ઉપરાંત આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાને 4 મેચોની ટેસ્ટ સીરીઝ રમવા માટે ભારતમાં આવવાનુ છે, આ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ભાગ છે અને બન્ને ટીમો માટે મહત્વપૂર્ણ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.