Abtak Media Google News

ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુના નિર્ણય સામે 30 હજાર તબીબોનું વિરોધ પ્રદર્શન

આજે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ તેવા આદેશ સાથે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોને 7 દિવસમાં નિયમ પાલન કરવાની નોટીસો મળી છે.જેના પગલે રાજ્યભરમાં ખાનગી અને ટ્રસ્ટની હોસ્પીટલના 30,000 તબીબો હડતાલ પાડશે જેમાં સૌરાષ્ટ્રની પણ 2,000 થી વધુ ખાનગી હોસ્પિટલના 5,000 જેટલા તબીબો જોડાયા છે.જેથી આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે માત્રામાં ઘસારો થશે તેવી ભીતી સર્જાઇ છે.

Advertisement

હડતાળને લઈ વધુ માહિતી આપતા આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ ડો.સંજય ભટ્ટ જણાવે છે કે આજે રાજકોટની 300 જેટલી ખાનગી હોસ્પિટલના 2,000 થી વધુ તબીબો હડતાલ પાડશે.આ સાથે જ શહેરની ટ્રસ્ટની 10 જેટલી હોસ્પિટલ પણ બંધ રહેશે. ઈમરજન્સી, ઓ.પી.ડી. સર્જરી, ઓપરેશન સહીતની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે અને ઈમરજન્સીમાં આવતા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મોકલાશે. જયારે જામનગરમાં 100 થી વધુ ખાનગી હોસ્પિટલના 400 જેટલા તબીબો હડતાલમાં જોડાવવાના છે.જ્યારે જૂનાગઢમા 250 ખાનગી હોસ્પિટલ બંધ રહેશે અને તેના 350 જેટલા તબીબો મોરબીની , પોરબંદરના , ખંભાળીયા અમરેલી ઉપરાંત વેરાવળમાં પણ ખાનગી હોસ્પિટલ બંધ રાખી આજે તબીબો વિરોધ કરવાના છે.તબીબોના આ નિર્ણયને કારણે આજે 24 કલાક દરમિયાન કોઇ પણ અકસ્માત કે ઘટના બને તો એક પણ ખાનગી હોસ્પિટલ સારવાર નહિ કરે તેમજ ટ્રસ્ટની હોસ્પિટલ પણ મદદે આવી શકશે નહિ. આ સ્થિતિને કારણે લોકો માટે માત્ર સિવિલ હોસ્પિટલ જ એકમાત્ર રસ્તો રહ્યો છે.હડતાલ બાબતે કોર્પોરેટ હોસ્પિટલ હંમેશા અળગી હોય છે પરંતુ આ વખતે તેને પણ હડતાળને ટેકો આપ્યો છે.

Untitled 1 451

 

રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આજે ખડેપગે

આજે ખાનગી હોસ્પિટલોમાં તબીબોની હડતાલને કારણે સિવીલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં ધસારો થશે અને અન્ય વોર્ડમાં પણ દર્દીઓની સંખ્યા વધી શકે છે.ત્યારે સિવીલના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ સહીતનાએ આજે ફરજીયાત હાજર રહેવાનો આદેશ તબીબી અધિક્ષક દવારા આપવામાં આવ્યો છે. જેમાં કોઈને પણ કોઈ સંજોગોમાં આજે રજા નહિ મળે સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર, મેડીકલ ડોકટર,રેસીડન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન તબીબ અને નર્સિંગ સ્ટાફ તેમ કુલ 1,650 કર્મીઓ આજે દર્દીઓની સેવા માટે ખડેપગે રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.