Abtak Media Google News

આયુષ્યમાન ભારત યોજના દુનિયાની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજના: પ્રફુલ પટેલ

સેલવાસમાં પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસ શૈલી ગ્રાઉન્ડમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ થયો. આ પ્રસંગે પ્રફુલ પટેલે જણાવ્યું કે આયુષ્યમાન ભારત યોજના દુનિયાની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે.૨૩ સપ્ટેમ્બરે આ યોજનાનો શુભારંભ થયો.

દાદરાનગર હવેલીના ૩૨૦૦૦ પરિવારોને આયુષ્યમાન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો આ પ્રસંગે પ્રફુલ પટેલ સાંસદ નટુ પટેલ, સલાહકાર યશ યાદવ, કલેકટર કાનન ગોપીનાથ, સીસીએફના કે.રવિચંદ્ર, જિલ્લા પંચાયત અધ્યક્ષ રમણ કાકવા, નગરપાલીકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ ડીઆઈજીપી બ્રિજેશકુમાર સિંહ, એસ.પી. શરદ ભાસકિર દરોડ, સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ સહિત ઘણા અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.