Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોંકળા સફાઈ અભિયાનના ભાગરૂપે શહેરના જુદા જુદા વોંકળામાં બોક્સગટર સી.સી.નું કામ હાથ ધરવામાં આવે છે, તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૪માં પારડી રોડ પર આવેલ વોંકળામાં અંદાજે રૂ.૩૭ લાખના ખર્ચે બોક્સગટર તથા સી.સી. કરવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વમેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા તથા વર્ષાબેન રાણપરા, વોર્ડ નં.૧૪ના ભા.જ.પા.ના પ્રભારી નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, કિશોરભાઈ પરમાર,  વિપુલભાઈ માખેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.