Abtak Media Google News

ભચાઉ સમાચાર

ભચાઉના વોર્ડ નં. ૭માં અવાર-નવાર થતા વિજ-વિક્ષેપથી લોકોત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં અશાબાપીરની દરગાહ પાસે આવેલા ગુરૂકૃપા ફિડરમાં પાછલા ૩ દિવસમાં બે વખત ટીસી બદલાવવા પડ્યા છે. જ્યારે લો-વોલ્ટેજની સમસ્યા એકાદ માસથી ચાલી આવે છે. તો ક્યારેક લો વોલ્ટેજના કારણે સ્થાનિક રહેવાસીઓના વિદ્યુત ઉપકરણોમાં પણ નુકસાની થઈ હોવાની ઘટનાઓ બની ચુકી છે.

સ્થાનિક રહેવાસીઓની રજુઆતો કરવા છતાં કાયમી નિરાકરણ આવતું નથી. નાના ડીપીમાં ઓવરલોડ થવાના કારણે વારંવા૨ ટીસી બળી જાય છે.  વોલ્ટેજ લો થવાના કારણે ઘરના ઉપકરણોમાં નુકસાન થઈ રહ્યું છે. જેનો કાયમી નિરાકરણ કરવા લોક માંગ ઉઠી છે.

ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.