Abtak Media Google News

ડિસ્ટ્રીકટ અને સેશન જજની બદલી થતાં હવે સલમાનને સોમવાર સુધી ઈન્તઝાર કરવો પડશે

રાજસનમાં ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજોની ટ્રાન્સફર થતાં સુપર સ્ટાર સલમાન ખાનને હજુ થોડો સમય જેલમાં ગાળવો પડશે. રાજસન હાઈકોર્ટમાં આ મુદ્દે કેસ ટ્રાન્સફર થઈ રહ્યો છે. સલમાનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરનારા ન્યાયાધીશ રવિન્દ્રકુમારની બદલી થઈ ગઈ છે.

તાજેતરમાં ૨૦ વર્ષ જૂના કાળીયાર હરણ શિકાર કેસમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાનને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ મુદ્દે ઉપલી અદાલતમાંથી જામીન લેવાના હતા પરંતુ એકાએક ૮૭ ડિસ્ટ્રીક જજની બદલી ઓર્ડર તાં સલમાનના જામીન અટકાઈ ગયા છે. હવે સલમાનને સોમવાર સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ જ આ મુદ્દાનો ઉકેલ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.