Abtak Media Google News
  • લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર ગોંડલ પંથકના શખ્સને જેલ

ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ કરી કુવારી માતા બનાવવાનો કેસ ધોરાજીની અદાલતમાં ચાલી જતા  ન્યાયધીશે ગોંડલ તાલુકાના ગામના 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ભાયાવદર  વિસ્તારમાં રહેતા ભોગ બનનારના માતા લૌકિકે  બહાર ગયા  હતા.ત્યારે 16 વર્ષની પુત્રીને  ગોંડલ તાલુકાના ભોજપરા ગામનો રાહુલ શાંતિલાલ બગડા અપહરણ કરી ગયાની જાન્યુઆરી 2023માં પોલીસ મથકમાં ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી.  ફરિયાદના આધારે  પોલીસે ગુનો નોંધી  તપાસ દરમિયાન ત્રણ દિવસ પછી  ભોગ બનનાર અને આરોપી મળી આવેલા હતા.

ભોગ બનનારની પ્રાથમિક તપાસમાં  રાહુલ તેના મિત્ર વિકીના ઘેર રાજકોટ લઈ ગયેલો અને ત્યાં રાહુલે તેણી સાથે શરીર સંબંધ બાંધેલો હતો, પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તપાસ પૂર્ણ થતા  અંગે ચાર્જશીટ કરવામાં આવી હતી. બાદ ધોરાજી  એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ  સમક્ષ ચાલેલો હતો. ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર ની માતા તથા ભોગ બનનાર એ આ બાળક આરોપી રાહુલ શાંતિલાલ બગડા નું હોવાનું જણાવેલું હતું.  ડીએનએ રિપોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનાર એ કલમ 164 ની જુબાની વખતે બનાવ સ્પષ્ટ રીતે જણાવેલો છે.  અદાલત સમક્ષ પણ આ હકીકત તેમણે જણાવેલી છે, એફએસએલ કચેરીના અધિકારી રમેશભાઈ રામજીભાઈ ચૌધરીએ ડીએનએ પરીક્ષણ કરેલું છે અને આ ડીએનએ પરીક્ષણ માં જન્મ લેનાર બાળક ના કુદરતી પિતા રાહુલ શાંતિલાલ બગડા ના પ્રોફાઈલ સાથે મેચ થતા હોવાનું જણાવેલું છે .

ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રી પણ જણાવેલી છે. ભોગ બનનાર માત્ર 16 વર્ષની ઉંમરના છે. હકીકતને ધ્યાને લઈ  આરોપીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી અને  કૃત્ય આચરેલું હોય તે હળવાશથી ન લઈ શકાય તથા આરોપી પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસથી પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન મળેલું છે. આરોપી પક્ષે પ્રેમ સંબંધ હોવાની તકરાર પણ લીધેલી છે તે ગ્રાહ્ય રાખી શકાય નહીં, 18 વર્ષથી નાની વયની દીકરી સાથે  પ્રેમ સંબંધ તરીકે ગણાવી શકાય નહીં અને 18 વર્ષથી નાની દીકરીની સહમતીની પણ કોઈ કાયદામાં સમજ નથી તેવી સરકારી વકીલ કાર્તિકેય પારેખની રજૂઆતને ધ્યાને લઈ અને ધોરાજીના  એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ એમ શેખ  આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.