Abtak Media Google News

ખીરસરાને જીઆઇડીસી અને રાજકોટને પાણી મળ્યું તેનાથી પ્રજા ખુશ: કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું

રાજકોટને નર્મદાનું પાણી મળ્યું અને આજી ડેમ છલકાઇ ગયો ત્યારથી લઇની ખીરસરાને જીઆઇડીસી મળી ત્યાં સુધીના વિકાસને રાજકોટની પ્રજા બરાબર જોઇ રહી છે. પરંતુ નકારાત્મકતાના ચશ્મા પહેરતા કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરુએ પ્રજાના હિતમાં ચશ્મા પહેરવા જોઇએ તેવી સલાહ ભાજપના અગ્રણીઓ ધનસુખભાઇ ભંડેરી અની નીતીનભાઇ ભારદ્વાજે આપી છે.

ભંડેરી અને ભારદ્વાજે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના વિકાસને વેગ આપવા તાજેતરમાં જીઆઇડીસીને મંજુરી આપી છે અને સમગ્ર ઉઘોગ જગત ખુશ છે પણ વાંક દેખાની જેમ ઇન્દ્રનીલ રાજગુરુને તેમાં પણ રાજકારણ દેખાય છે. અને અણસમજુ હોય તેમ નિવેદન કરે છે રાજય સરકારે લીધેલા પગલાથી ઇન્દ્રનીલ રાજગુરુ જ નહીં આખી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તેવું દેખાઇ આવેછે. ઇન્દ્રનીલ રાજયગુરુએ સરકારના આ નિર્ણયને આવકારવો જોઇઅ તેમણે જણાવ્યું છે પરંતુ કોંગ્રેસ સારા કામમાં સા વિઘ્ન નાખવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમનું લોકાપર્ણ કર્યુ ત્યારે પણ આ વાંકદેખા નેતાઓએ લવારા કર્યા હતા અને આજે હજુ એ માનસિકતા ગઇ હતી.

ઇન્દ્રનીલ રાજગુરુએ વાતનો સ્વીકાર કરે છે કે સરકાર રાજકોટને એઇમ્સ આપશે એ સારી બાબત છે દરેક બાબતને નકારાત્મક જોતા કોંગ્રેસી નેતાઓ મનમાં બધુ સમજે છે કે ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે પરંતુ પોતાના અસ્તિત્વનો સવાલ હોવાથી આવી નેગેટીવ વાતો કરી રહ્યા છે.

રાજયમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને ભાજપના દરેક કાર્યકરો કામે લાગી ગયા છે રાજકોટની ચારે ચાર બેઠક ઉપર ભાજપને તોતીગ વિજય મળે તે માટે લોક સંપર્ક કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ માત્ર નિવેદનબાજી કરી રહ્યા છે પ્રજાએ આવા નેતાઓને ઓળખી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.