Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જયારથી વિજયભાઈ રૂપાણી સતારૂઢ થયા છે ત્યારથી સરકાર અને સંગઠનમાં રાજકોટનો વજન પડી રહ્યો છે. સી.એમ.ના ખુબ જ નજીકના સાથીદાર મનાતા નીતિન ભારદ્વાજનો દબદબો પણ સતત વધી રહ્યો છે. મહાપાલિકામાં પદાધિકારીઓની નિમણુકમાં આજે રિતસર ભારદ્વાજનું વજન જોવા મળ્યું હતું.

Advertisement

સામાન્ય રીતે મહાપાલિકામાં જયારે મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની નિમણુક કરવાની હોય છે ત્યારે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા કોઈ નિરીક્ષકને રાજકોટમાં મોકલવામાં આવતા હોય છે અને આ નિરીક્ષક જનરલ બોર્ડ પૂર્વે મળતી ભાજપની સંકલન બેઠકમાં પ્રદેશ દ્વારા મોકલાયેલું બંધ કવર ખોલતા હોય છે અને હોદેદારોના નામની જાહેરાત કરતા હોય છે. હવે પછીના અઢી વર્ષ માટે મહાપાલિકાના મેયરની નિમણુક બાદ આજે જનરલ બોર્ડની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરની સંકલન બેઠકમાં પ્રદેશમાંથી કોઈ નિરીક્ષક આવ્યા ન હતા. શહેર ભાજપના કદાવર નેતા નીતિનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ પ્રદેશમાંથી આવેલું બંધ કવર ખોલી પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.