Abtak Media Google News

દારૂની ભઠ્ઠીનો કેસ નહી કરવાના બદલામાં રૂા.૪ હજાર લેતા એ.સી.બી.ના સકંજામાં આવે તે પૂર્વે કોન્સ્ટેબલે રૂપીયા ચાઉ કર્યા

ભુજમાં એસીબીની ટ્રેપ દરમિયાન કોન્સ્ટેબલ ચાર હજારની નોટો ચાવી ગયો હતો. જેનો ડીએનએ પ્રોફાઈલમાંથી સબળ પુરાવો મેળવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૧/૭ના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અજીતસિંહ સોઢાએ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ નહીં કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી ચાર હજારની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ લાંચની રકમ આપવા સંમત ન હોઈ ભુજ એસીબીને જાણ કરતા એસીબીની ટીમ દ્વાર છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડયો હતો. આ દરમિયાન મયુરસિંહ સોઢાએ લાંચના નાણા સ્વીકારેલ પરંતુ એસીબીની ટ્રે૫ હોવાના કારણે પોતાના વિરૂદ્ધનો પુરાવો નાશ કરવા હેતુથી લાંચના રૂપિયા ચાર હજારની ચલણી નોટો પુરાવાના નાશ કરવા માટે પોતાના મોઢામાં નાખી ચાવી જઈ ગળી જવાનો પ્રયાસ કરેલ પરંતુ એસીબીની ટીમની સર્તકતાને કારણે સ્થાનિક તબીબની હાજરીમાં તે ચવાઈ ગયેલી નોટ રીકવર કરવામાં આવેલ અને ડીએનએ ટેસ્ટ માટે મુકવામાં આવી હતી. વૈજ્ઞાાનિક રીતે ડીએનએ પ્રોફાઈલ અત્યંત ચોક્કસ અને સબળ પુરાવા તરીકે ગણવામાં આવે છે. પરીક્ષણ બાદ કરન્સી નોટ પરની લાળ આરોપીના ડીએનએ પ્રોફાઈલ અંતર્ગત તેની હોવાનું સાબિતી મળી છે. જેના આધારે એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.