Abtak Media Google News

આ નવી નીતિથી ખેડુતોની આવક થશે બમણી અને વચેટીયાઓથી મળશે મુકિત

કેન્દ્રની મોદી સરકાર દ્વારા હાલમાં જ કૃષિ સુધારણા બિલ લવાયું હોઈ તેના લાભાલાભ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવા તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી કે,  હાલમાં રાજ્યમાં વધારે વરસાદ પડતાં ખેડૂતોને થયેલા નુકસાનીના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે અતિવૃષ્ટિ માટે ૩૧૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ર૦ જિલ્લાઓના ૧ર૩ તાલુકાઓના ખેડૂતોને પ્રિમિયમ લીધા વિના સહાય જાહેર કરી છે.

કૃષિ નીતિ સંદર્ભે મોદી સરકારે હિંમત ભર્યા નિર્ણયો લીધા છે. ખેડૂતોના હિત માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાના સંકટ સમયે પણ કૃષિ ક્ષેત્રને આગળ ધપાવવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કૃષિ સંચરના કોર્ષ માટે ૧ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ પેકેજથી ખેડૂતોને આર્થિક ટેકો મળશે. મોદી સરકારની અનેક યોજનાઓના માધ્યમથી ખેડૂતોની આવકમાં બે ગણો વધારો કરવાના પગલાં ભરાયા છે.  કૃષિ સેવા અને કરારને લગતું વિધેયક ર૦ર૦ આ કાયદાથી ખેડૂત પોતાની ઈચ્છા મુજબના ભાવથી ખેત ઉત્પાદનો, વાવણી કરવા સાથે કરાર કરીને યોગ્ય ભાવ મેળવી શકશે. ખેડૂતોને આઝાદી અપાવતા કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય કર્યા હોવાનું પણ ઉમેર્યું હતું. નવી નીતિથી ખેડૂતોને સ્વતંત્ર્તા મળશે. ખેડૂતો વધુ સદ્ધર બનશે. આ નીતિથી વચેટિયા, દલાલોના અધિપત્ય દૂર થશે. આ અવસરે ડો. નિમાબેન આચાર્ય, અનિરૂદ્ધ દવે, સાત્વિક ગઢવી, અનવર નોડે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.