Abtak Media Google News

ગુજરાતની કમાન ફરી ભુપેન્દ્ર પટેલના જ હાથમાં આપવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની સતત બીજી વખત પસંદગી કરવામાં આવી છે. આજે ભુપેન્દ્ર પટેલની શપથવિધિ યોજાવાની છે. પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલ રાતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન ગયા. ત્યારે આજે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે

નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના પ્રતિક પરથી જીતેલા 14 નેતાઓને મજબૂત દાવેદારો માનવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને 7 થી 8 મંત્રીઓ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ત્યારે ગઈ કાલે રાત્રે મંત્રી પદના શપથ માટે નેતાઓને ટેલિફોનિક જાણ કરાઈ હતી.

નીચે મુજબના ધારાસભ્યોને આવ્યા’તા ફોન

રવિવારની રાત્રે કેટલાક MLAને મંત્રીપદ માટે ફોન આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, જગદીશ પંચાલને ફોન આવ્યો હતો. આ ઉપરાંત બચુભાઈ ખાબડ, કુબેર ડિંડોર, પરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, મુળુભાઈ બેરા, ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયાને મંત્રી પદ માટે રાત્રે ફોન આવ્યો હતો.

આજે સીએમ ભુપેન્દ્ર પટેલનો શપથવિધિ સમારોહ છે. શપથવિધિ સમારોહમાં પીએમ મોદી અને ગૃહમંત્રી પણ હાજર રહેવાના છે ત્યારે ગઈ કાલે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હેલીપેડ મેદાનની લીધી મુલાકાત હતી. રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.