માત્ર મહિલાઓનું શરીર જ એવું છે જે બાળકને જન્મ આપી શકે છે. પરંતુ આ કુદરતી પ્રક્રિયા ઘણી બધી અગવડતા, પીડા, શરીરના ફેરફારો અને બલિદાન સાથે સંકળાયેલી છે. જો કે પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આ સત્યો બધા જાણે છે, તેમ છતાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે

Pregnancy Increases Biological Age, but Giving Birth Changes it Back | Scientific American

ગર્ભાવસ્થા સ્ત્રીઓની ઉંમર ઝડપથી વધે છે. આ ખાસ કરીને નાની ઉંમરે માતા બનેલી સ્ત્રીઓને લાગુ પડી શકે છે.

અભ્યાસમાં 1735 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો

આ અભ્યાસ ફિલિપાઈન્સમાં રહેતી 1735 મહિલાઓ પર કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયોર્કની મેઈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મહિલાઓના પ્રજનન ઇતિહાસ અને ડીએનએ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ અભ્યાસ દ્વારા એ જાણવા મળ્યું કે બાળકો થવાથી મહિલાઓના શરીર પર શું અસર પડે છે.

ગર્ભાવસ્થા પછી બયોલોજીકલ  ઉંમર વધી

Pregnancy in young adults increases biological aging, study says

અભ્યાસમાં સમાવિષ્ટ 825 યુવતીઓ પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દરેક પ્રેગ્નન્સી સાથે મહિલાની જૈવિક ઉંમર બેથી ત્રણ મહિના વધી શકે છે. આ મહિલાઓ પર છ વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે મહિલાઓ જેટલી વધુ વખત ગર્ભવતી બને છે, તેમની જૈવિક ઉંમર જેટલી ઝડપથી વધે છે.

બાયોલોજીકલ વય શું છે

વ્યક્તિની બે ઉંમર હોય છે. પ્રથમ ક્રોનોલોજિકલ ઉંમર – તે વ્યક્તિના અસ્તિત્વ સાથે સંબંધિત છે. તેનો અર્થ એ છે કે તમે જેટલો સમય જીવંત છો તે તમારી ક્રોનોલોજિકલ ઉંમર છે. બીજી બાયોલોજીકલ ઉંમર – તે કહે છે કે તમારા કોષો કેટલા જૂના છે.

આ બાબતો કારણ બની

Científicos Estadounidenses Plantean que el Embarazo Acelera el Envejecimiento en las Mujeres – Diario Cambio 22 – Península Libre

અભ્યાસમાં સમાવિષ્ટ પુરુષો, એટલે કે પિતાઓમાં આ અસર જોવા મળી ન હતી. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ અસર માત્ર પ્રેગ્નન્સીને કારણે છે અથવા

ફીડિંગ સાથે જોડાયેલ છે.

યુવાન સ્ત્રીઓ વધુ અસરગ્રસ્ત છે

What is the best biological age to become a mother?

કોલંબિયા એજિંગ સેન્ટરના રિસર્ચ સાયન્ટિસ્ટ કેલન રાયન કહે છે, “અમારો અભ્યાસ દર્શાવે છે કે સગર્ભાવસ્થા બાયોલોજીકલ વયમાં વધારો કરી શકે છે, અને આ અસર નાની ઉંમરે વધુ બાળકો ધરાવતી સ્ત્રીઓમાં વધુ સ્પષ્ટપણે જોવા મળે છે. અમારો આ પ્રથમ અભ્યાસ છે. એક અભ્યાસ જે સમય જતાં સ્ત્રીઓની ગર્ભાવસ્થામાં થતા ફેરફારો અને તેમની બાયોલોજીકલ વયમાં થતા ફેરફારો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.”

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.