Abtak Media Google News

સંક્રમણગ્રસ્ત વિસ્તારોના મરઘા ઉછેર કેન્દ્રમાં ૧.૧૦ લાખ જેટલા મરઘાં, ૪૪,૬૮૬ ઈંડાનો નાશ કરાયો

મહામારી બાદ બર્ડ ફ્લુના સંક્રમણના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય બની ગયા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં વધુ ૬૦૦૦ પક્ષીઓના શંકાસ્પદ મોત થતા મામલો સંગીન બન્યો છે. અત્યાર સુધીમાં દેશના ૧૦ થી વધુ રાજ્યોમાં પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોરોનાની જેમાં મહારાષ્ટ્રમાં બર્ડફલૂનું સંક્રમણ પણ સતત વધતું હોવાથી સરકાર બની ગઈ છે.

આંકડા મુજબ ૬૧૨૬ પક્ષીઓના મોત નિપજ્યા છે. જેમાંથી મોટકભાગના પક્ષી મરઘાં છે. આ વાયરસ મરઘા ઉછેર કેન્દ્ર સુધી પહોંચી ગયો છે માટે સરકાર દ્વારા તાજેતરમાં જ એક લાખથી વધુ મરગાની કતલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૪૬૮૬ ઈંડાનો નાશ પણ કરાયો હતો. ૬૩૮૬૪ કિલો મારઘાનો ખોરાક પણ નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ કાર્યવાહી સંક્રમણથી અસરગ્રસ્ત વિસ્તારમાં થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બર્ડ ફ્લુ વાયરસનું સંક્રમણ વધી રહ્યું છેમ જેમાં મોટાભાગે મરઘામાં વાયરસ જોવા મળતા વધુ ચિંતા ઊભી થઈ છે. મહારાષ્ટ્ર ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં વાઇરસે દેખા દીધા છે. બર્ડ ફલૂ સંક્રમણ યાયાવર પક્ષીઓના કારણે વધુ ઝડપથી ફેલાઈ છે. વર્તમાન સમયે મહારાષ્ટ્ર સરકારે મરઘા ઉછેર કેન્દ્રના સંચાલકોને ૩૪ લાખની સહાય કરી હોવાની પણ વાત સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.