Abtak Media Google News

૬૦,૦૦૦થી વધુ ભાવિકોથી સ્ટેડિયમ છલકાયું: દિવડાંઓથી સ્ટેડિયમ દીપી ઉઠ્યું

 

મુખ્ય અતિથિપદે ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ

૩૦૦૦થી વધુ બી.એ.પી.એસ. બાળ-યુવા કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

Maul3468

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરૂ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા વિશ્ર્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજને અપાઈ ભાવાંજલિ

Img 6610

ગઈકાલે નવી મુંબઈ નેરૂલ સ્થિત વિશાળ ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને અનેક વૈશ્વિક પ્રદાન આપનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયો. આ પ્રસંગે ૬૦,૦૦૦ કરતાં વધુ ભક્તોમહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તઉપરાંત સમગ્ર વિશ્વમાંથી પધારેલા ૭૫૦ જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા.

સાંજે ૫.૩૦ વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભક્તિથી કાર્યક્રમનો શુભારંભ થયો. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વ્યક્તિ, પરિવાર અને સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી. વળી, અનેક ભાવિ-પેઢીઓને પ્રેરણા આપનારા પ્રમુખ સ્વામી મહારાજના જીવન-સંદેશની આ સચોટ પ્રસ્તુતિ હતી. આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોના મનનીય વક્તવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ હતા તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું. પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો. ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા.

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સ્પર્શથી થયેલા આમૂલ જીવન-પરિવર્તનોના ઐતિહાસિક સ્વાનુભવો લોકોએ મંચ પરથી રજુ કર્યા ત્યારે વાતાવરણ ભાવવાહી બની ગયું હતું. સંસ્થાના વિદ્વાન સંતોએ પણ સ્વામીજીના પ્રેરક અનુભવોની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ કરી હતી, જેમાં વરિષ્ઠ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિતના સંતોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો, તેમના મનમાં ૨૪ કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઈ સાથે ન થઈ શકે. આટલું નિરાળું વ્યક્તિત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ. તેમના યોગમાં જે કોઈ આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો જ. આપણે પણ તેમના જેવા થઈને અને તેમના જીવનમંત્રને દૃઢાવીએ.

આ પ્રસંગે ડી.વાય. પાટીલ સ્ટેડીયમના સૂત્રધાર વિજયભાઈ પાટીલ સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત ૬૦,૦૦૦ કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે ૧૦,૦૦૦ કરતા વધુ સ્વંયસેવકોએ દિન-રાત સેવા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી ઉત્સવ પ્રસંગે મુંબઈ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (દાદર)ના નેજા હેઠળ અનેક સમાજોપયોગી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વ્યસનમુક્તિ અભિયાન, વાલી જાગૃતિ અભિયાન, બાળ-યુવા જાગૃતિ અભિયાન વગેરે સેવાકીય કાર્યક્રમો વિશિષ્ટ રીતે સંપન્ન થયા હતા. આ ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થા સાથે જોડાયેલા સંતો-ભક્તોએ ૧,૨૫,૦૦૦થી વધુ ઘરોનો સંપર્ક કરીને પારિવારિક શાંતિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો. બાળકો દ્વારા દવાખાનાઓમાં જઈને કરાયેલી પ્રાર્થનાઓ અને યુવાનો દ્વારા કરાયેલી જાહેર સ્થાનોની સ્વચ્છતા સેવા પણ પ્રેરણાદાયક હતી. આ સમગ્ર મહોત્સવમાં વિવિધ સહકારી સંસઓ અને સરકારી વિભાગોનો પૂર્ણ સહકાર પ્રાપ્ત યો હતો.  બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય ઉજવણીની ચરમસીમારૂપે સન ૨૦૨૧માં અંતિમ સમારોહ ખૂબ ભવ્યતાી અમદાવાદ ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.