Abtak Media Google News

જયનાથ કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફની મોકડ્રીલ

હોસ્પિટલ સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ

ગુજરાતમાં હોસ્પિટલ કે કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના અભાવે અવાર-નવાર અગ્નિકાંડની ઘટના બનતી હોય છે. થોડા સમય પહેલા જ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના 6 દર્દી મૃત્યુ પામ્યા હતા. આથી આગની તકેદારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા હાલ રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ભક્તિનગર વિસ્તારમાં આવેલી જયનાથ કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે જયનાથ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના આગના સંજોગોમાં હોસ્પિટલ સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીને સલામત સ્થળે ખસેડવા અને રાહત માટે શું કરી શકાય તે માટે પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા કરવામાં આવી હતી.

Img 20210406 Wa0016આ મોકડ્રીલ 11:55 વાગ્યે યોજવામાં આવી હતી. જેમાં જયનાથ કોવિડ હોસ્પિટલના ડોકટર તરફથી પોલીસ કંટ્રોલરૂમ રાજકોટ શહેર તથા ભક્તિનગર પોલીસને જયનાથ હોસ્પિટલમાં ત્રીજા માળનો આગ લાગવાનો બનાવ બન્યો છે અને રૂમમાં એક પેશન્ટ છે તેવો કોલ મળતા ર  થી 3 મિનિટના સમયમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જયનાથ હોસ્પિટલે દોડી ગયા હતા. હોસ્પિટલ મેઈન રોડ ઉપર આવેલ હોવાથી હોસ્પિટલમાં રહેલ માણસોને બહાર કાઢવામાં આવ્યા હતા. તુરંત જ થોડા સમયમાં ફાયર ફાઈટરની ટીમ હોસ્પિટલ પર પહોંચી અને છએક મીનીટ જેટલા સમયમાં 108ની ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન ટીમ પણ હાજર થઈ ગઈ હતી.

જયનાથ હોસ્પિટલમાં ત્રીજા માળેથી એક પુરૂષ પેશન્ટને ફાયર ફાઈટરે પોતાના ખભ્ભે ઉંચકી નીચે ઉતારી અને આ મોકડ્રીલનું સફળ આયોજન કર્યું હતું. આ હોસ્પિટલમાં હકીકતમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમાં ફાયર સેફટીના સ્ટાફે બ્લુ જેકેટ પહેરી અગ્નિશામક દળના જવાનોએ ફરજ બજાવી હતી તેમજ અધિકારીઓ દર્દીઓને કઈ રીતે બચાવવા તેનું ડ્રેમોસ્ટ્રેશન પણ કર્યું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા પીપીઈ કીટ તૈયાર રાખવામાં આવી હતી. ત્વરીત કાર્યવાહી થતાં બીજી મોટી જાનહાની થતી અટકાવી હતી. આ ઉપરાંત અગ્નિશામક દળના જવાનોએ જયનાથ હોસ્પિટલના કર્મચારીઓને તાલીમ પણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.