Abtak Media Google News

બોલીવુડ ફિલ્મને ટકકર મારે તેવી ગુજરાતી ફિલ્મને દર્શકોનો અભૂતપૂર્વ આવકાર

બોલીવુડની ફિલ્મને  ટકકર મારે તેવી   કથા, થ્રીલર, ડ્રામાના  મસાલાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ટુજી એપાર્ટમેન્ટ દુનીયામાં  ધુમ મચાવશે તેવો વિશ્ર્વાસ  પ્રિમીયર શો જાહેનારાઓએ વ્યકત કર્યો હતો.

રાજકોટના યુવા ડીરેકટર અને પ્રોડયુસર અખિલ કોટકની નવી ગુજરાતી ફિલ્મ ટૂજી એપાર્ટમેન્ટ નો ભવ્ય પ્રીમીયર શો યોજાયો હતો. આ તકે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, શહેર ભાજપ મીડીયા સેલના રાજન ઠકકર સહિતના ઉપસ્થિત રહયા હતા. આ તકે ફિલ્મના ડીરેકટર અને હિરો અખિલ કોટક, અભિષેક કારીયા, ગુજરાતી ફીલ્મ અભીનેત્રી મનાલી ચારોલિયા સહીતના કલાકારો ઉપસ્થિત રહયા હતા.આ તકે ફિલ્મના ડીરેકટર અખિલ કોટકએ જણાવેલ કે ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે હાલ ઘણા પ્રતિભાવંત કલાકારો ફિલ્મ નિર્માણ, અભિનય, સંગીત, પટકથા, સંવાદ ક્ષ્ોત્રે પોતાનો ક્સબ અજમાવી રહયા છે અને ગુજરાતી દર્શકોને વિવિધતાસભર વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો માણવાનો અવસર મળી રહયો છે

ત્યારે ટૂજી એપાર્ટમેન્ટ ફિલ્મ િરલેશનશીપથી ભરપૂર ડ્રામા અને દર્શકોને જકડી રાખે તેવુ સસ્પેન્સ થ્રિલર અને વચ્ચે હળવી કોમેડી સાથે કર્ણપ્રીય સંગીત, ભાવિક જગડ, ચેતન દઈયા, હર્ષલ માંકડ, જેવા કલાકારોનો ચોટદાર અભિનયથી ફિલ્મ ખરેખર માણવાલાયક બની છે ત્યારે ફિલ્મના પ્રીમીયરશો માં દર્શકો   ફિલ્મ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા.આ તકે  શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ  કાર્યાલય મીડીયા સેલના ક્ધવીનર રાજન ઠકકર, શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયાએ ફિલ્મના ડીરેકટર અને હિરો અખિલ કોટક અને કલાકારોની ટીમને બીરદાવી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.