Abtak Media Google News

દોઢ વર્ષના ટૂંકાગાળામાં ભાજપ વધુ એક રાજ્યમાં સત્તા ગુમાવે તેવી સંભાવના: ઝારખંડની ચૂંટણીના પૂર્ણ થયેલા મતદાન બાદ આવેલા તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસના વિપક્ષી મોરચાને બહુમતિ મળવાની સંભાવના વ્યક્ત થતા ભાજપી છાવણીમાં ચિંતાનું મોજુ

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ફરી વળેલા ‘મોદી મેજીક’માં કેન્દ્રમાં બહુમતિી ભાજપની મોદી સરકાર બની હતી. જે બાદ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. જેથી  એક પછી એક રાજ્યોમાં ભાજપ સીધી કે આડકરી રીતે સત્તામાં આવી ગયો હતો. દેશભરમાં મોદી મેજીક એટલો પ્રભાવી યો હતો કે, એક સમયે દેશના  ૭૫.૯ ટકા વિસ્તારમાં ભાજપનો સીધી કે આડકતરી રીતે સત્તા હેઠળ આવી ગયો હતો. બાદ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં ‘મોદી સુનામી’ ફરી વળી હતી. પરંતુ દેશના અનેક રાજ્યોમાં ભાજપે સત્તા ખોવી પડી હતી. રાજસન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હાર પામ્યા બાદ પ્રાદેશિક કક્ષાએ ભાજપને સત્તા ગુમાવવી પડી રહી છે.

તાજેતરમાં એક મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ અઘાડીની ઉદ્ધ સરકાર બનતા ભાજપે વધુ એક મોટું રાજ્ય ગુમાવ્યું હતું. જેથી માર્ચ ૨૦૧૮ી દોઢ વર્ષના ગાળા એટલે કે નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ભાજપનો શાસન વિસ્તાર અડધો અડધ ઘટીને માત્ર ૩૭.૪ ટકાએ પહોંચી જવા પામ્યો છે. ગઈકાલે ઝારખંડમાં પૂર્ણ યેલા મતદાન બાદ જાહેર યેલા તમામ એકઝીટ પોલમાં કોંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષી મોરચાને લાભ મળતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સંભાવના સાચી પડે તો ઝારખંડમાં દાવમાં કાર્યરત ભાજપની રઘુવરદાસ સરકારની વિદાય નિશ્ર્ચિત મનાય રહી હોય ભાજપને સત્તાના વિસ્તારમાં વધુ ઘટાડો વાની સંભાવના વ્યકત છે. જેી સમયને પારખી ભાજપે વધુ પડતો આત્મવિશ્ર્વાસમાં રહ્યાં વગર પ્રજાનો રૂખ પારખીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર હોવા પર રાજકીય પંડીતો માની રહ્યાં છે. ઝારખંડમાં પાંચમાં અને છેલ્લા તબકકાના મતદાન બાદ વિધાનસભાની ચુંટણી પૂર્ણ થતાંની સાથે જારી થયેલા એકઝીટ પોલના આંકડામાં કોંગ્રેસ અને જે.એમ.એમ.ને સરકાર રચવા પુરતી બહુમતિ મળેતેવી સંભાવના બતાવવામાં આવી છે.

7537D2F3 17

રાજયમાં સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો એ.જે. એસયુ., જેએમએમ ઝારખંડ વિકાસ મોરચા પ્રજા તાંત્રિક અને રાષ્ટ્રીય જનતાદળ સહિતના પક્ષો વચ્ચે બહુ કોણીય યુઘ્ધમાં આ વખતે ભાજપને મોટા ફટકો પડે તેવું એકઝીય પોલમાં દર્શાવાય રહ્યું છે. ઝારખંડ મુકિત મોરચાનું ૪૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જયારે તેના સહયોગી કોંગ્રેસ અને રાજદએ અનુક્રમે ૩૧ અને ૭ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ગઇકાલે ચુંટણી બાદ જાહેર થયેલા એકઝીટ પોલમાં ઇન્ડિયા ટુડે, એકસીસ, ઇન્ડીયા બતાવવામાં આવેલા ‚ઝાનોમાં ઝારખંડ વિકાસ મંચ, અખિલ ઝારખંડ વિઘાર્થી મહામંડળના ભાગે ૨-૪, ૩-૫ બેઠકો અનુક્રમે અને ૪ થી ૭ બેઠકો અન્યને ફાળે જાય તેવું બતાવવામાં આવી રહ્યું છે. ઇન્ડીયા ટુડે, એકસીસ ઇન્ડીયા એકઝીટ પોલમાં પરિણામ જેએમએમ અને કોંગ્રેસ તરફ આવવાનું બતાવાયું છુે. જેમાં ભાજપને ફાળે રર થી ૩ર બેઠકો અને જેએમએમ કોંગ્રેસ ગઠબંધનને ૩૮ થી ૫૦ બેઠકો મળે તેમ બતાવાયું છે. જયારે ઝારખંડ વિકાસ મોરચા, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનને ૩ અને પ બેઠકો અન્યના ભાગે છ બેઠકો આવે તેમ બતાવાયું છે.

સી વોટર એકઝીટ પોલમાં ત્રીશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે,  જેએમએમ કોંગ્રેસ અને રાજદ વચ્ચે ૩૫ બેઠકા જયારે ભાજપને ભાગે ૩ર બેઠકોના સમીકરણોથી ઝારખંડ વિધાનસભામાં ભારે કસોકસનું પરિણામની આગાહી કરવામાં આવી છે. રાજયની ૮૧ વિધાનસભાની બેઠકો માટે ચાર તબકકામાં ૬૫બેઠકોની ચુંટણી નવે.૩૦ થી ડિસે-૧૬ સુધી યોજાઇ હતી. અને ગણતરી ર૩મી ડીસે. થશે. આ ચુંટણી જંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ઝારખંડ મુકિત મોરચાના સભ્ય સ્ટીફનમરાન્ડીએ મહેશ પુર અને જેડીયુ ના પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ મુરજીએ શિકારીપરમાં ફેર મતદાનની માંગણી કરી છે. મરાંડી ૨૦૧૪માં સોરેન સામે લડયા હતા. જેએમએમના નેતા બાળહઠ બેઠક પરથી અને તેમની સાળી સીતાસોરેને જામા બેઠકનું ફેર મતદાન માંગ્યું છે. જયારે ભાજપના ઉમેદવાર  કૃષિ મંત્રી રણધીરસિંગે શરદ બેઠક પરની અને લ્યુઇસ મરાંડીએ કુંડા પરથી ઝુકાવ્યું છે.

રાજયમાં ૫૩૮૯ મતદાન મથકોમાંથી ૩૯૬ નકસલી વિસ્તારના મતદાન મથકો ભયજનક અને ર૦૮ સંવેદનશીલ બુથો જાહેર કરવામાં આવ્યા હતા. ચુંટણી પંચે ૮૯૮૭ મત એકમો ૬૭૩૮ નિયંત્રણ એકમો અને ૭૦૦૬ વિવિપેટ ગોઠવ્યા હતા. ૪૦૦૦૦ સુરક્ષા કર્મીઓના સંગીન સુરક્ષા વચ્ચે પ તબકકાનું મતદાન થયું હતું. ૪૦૦૫૨૮૭ મતદારોમાં ૧૯૫૫૩૩૬ મહીલા ૩૦ અન્ય જાતિના મતદારોએ મતદાન કર્યુ હતું. પ બેઠકો પર માઓવાદીઓએ હિંસાથી મતદાન રોકયું હતું. પમાં અને અંતિમ તબકકાના મતદાનમાં ૧૬ વિધાનસભા બેઠક પર આજે ૭ થી પ સુધીના મતદાનમાં બે મંત્રીઓ પૂર્વ મુખ્યમંત્રી અને ર૩૭ ઉમેદવારોનું ભાવિ નકકી થયું છે.

સરેરાશ ૬૨ ટકા મતદાન વચ્ચે નરેન્દ્ર મોદી, અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આદિજાતી વિકાસ મંત્રી અર્જુન મુઁડા, ભાજપે અઘ્યક્ષ જેવી નડ્ડા, મુખ્યમંત્રી રધુવીરદાસ શાંતિલાલ પ્રગણા અને સામાપક્ષે પિયંકા ગાંધી, છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બાધેલા, શત્રુધન સિંહા સહીતના નેતાઓએ છેલ્લા ઘડી સુધી જોરદાર પ્રચાર કર્યો હતો.

એકઝીટ પોલમાં જેઅ.મએમ અને કોંગ્રેસ તરફ પરિણામની આગાહી કરવામાં આવી છે. જો કે કોંગ્રેસ, જેએમએમ, રાજદ સહીતના તમામ રાજકીય મહારથીઓએ પોત પોતાના વિજયના દાવા કર્યા છે.

મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન પ્રથમ પસંદગી હોવા અંગે બહુમતિઓએ પોતાનો મંતવ્ય જાહેર કર્યુ હતું. શુક્રવારે અંતિમ તબકકામાં ૭૧.૬૯ ટકા મતદાન થયું હતું. મતદાન બાદ જાહેર થયેલા એકઝીટપોલમાં ભાજપની નાવ હલક ડોલક હોવાનું અને જેએમએમ અને કોંગ્રેસને લાભના લાડવા મળે તેવું બતાવાય રહ્યું છે. તેની સામે ભાજપે પણ વિજય નો દાવો કર્યો છે. અલબત વિપક્ષના મતે ભાજપને પણ અનેટી, પરિબળ બહુમતિ મેળવવા માટે સ્પીડ બેકર જેવું કામ કરે તેવું માનવામાં આવી રહ્યું છે.

ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાંક વર્ષો થી એકઝીટ પોલની ધારણાઓ સચોટ પુરવાર થવાની એક આગવી પરંપરા ઉભી થઇ છે જો કે બૌઘ્ધિક રીતે ચુંટણી પહેલાના આ અનુમાન સ્વીકારી મળી નથી. પરંતુ મોટાભાગે માઘ્યમાં દ્વારા કરવામાં આવતા આ સર્વેક્ષણ સત્યથી ઘણાં જ લગોલગ હોવાનું સાબિત થતું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.