Abtak Media Google News

વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજની મુખ્ય લાઈન મેનહોલ તથા કનેક્શન ચેમ્બર બનાવવાનું તથા વોર્ડ નં.૧૧ ટી.પી. સ્કીમ નં.૨૬૨૭ મવડી એરિયામાં સ્ટ્રોમ વોટર, ડ્રેઈન નેટવર્ક કરવાના કામનું ખાતમુહુર્ત

આજે વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજની મુખ્ય લાઈન મેનહોલ તથા કનેક્શન ચેમ્બર બનાવવાનું તથા વોર્ડ નં.૧૧ ટી.પી. સ્કીમ નં.૨૬-૨૭ મવડી એરિયામાં સ્ટ્રોમ વોટર, ડ્રેઈન નેટવર્ક કરવાના કામોનું ખાતમુહુર્ત રાજ્યના અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

Vlcsnap 2019 02 04 12H32M15S182

મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજના મહત્વપૂર્ણ કામો થવાના છે. આ વિસ્તાર અગાઉ નગરપાલિકા હસ્તક હતો. અને વીસ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા તમામ માળખાકીય સુવિધાઓ આ વિસ્તારને આપવામાં આવેલ છે. છેવાળાના લોકો સુધી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્ય અને રાજકોટ શહેર સતત પ્રયત્નશીલ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ રાજકોટ બને તે દિશામાં સતત પ્રયત્નશીલ છે. પાયાની સુવિધા ડ્રેનેજ, પાણી, ઓવરબ્રીજ વિગેરે કોઈપણ ભેદભાવ વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કામગીરી કરવામાં આવે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના હોઈ રાજકોટને વિશેષ લાભ પણ મળે છે. સરકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે.

Vlcsnap 2019 02 04 12H32M35S130

આ પ્રસંગે  મેયરે જણાવેલ કે, રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારવાસીઓને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ, મેઈન લાઈન, હાઉસ ચેમ્બર તથા મવડી એરિયામાં સ્ટ્રોમ વોટર ડ્રેઈન નેટવર્કની કામગીરી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે બુકફેરનું આયોજન પણ કરવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમનું ઉદઘાટન આપણા લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે થશે. આ બૂક્ફેરમાં રાજકોટ મહાનગરપાલિકાની શાળાબોર્ડ દ્વારા સંચાલિત સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી બૂક આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

Vlcsnap 2019 02 04 12H32M07S109

આ પ્રસંગે મંત્રી જયેશભાઈ રાદડિયાનું સ્વાગત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વિગેરે દ્વારા બુકેથી સ્વાગત કરવામાં આવેલ. આ ઉપરાંત વોર્ડ નં.૦૧ના હોદેદારો તથા મારવાડી વાસ/મફતિયાપરા વિસ્તારવાસીઓ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવેલ.

Vlcsnap 2019 02 04 12H32M44S222

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મંચ પરના મહાનુભાવોનું બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તથા ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું

Vlcsnap 2019 02 04 12H32M49S14.

આ અવસરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં માળખાકીય સુવિધા આપવા કટીબદ્ધ છે. કાર્યક્રમના અંતે ડ્રેનેજ કમિટી ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભારવિધિ પ્રગટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.