Abtak Media Google News

જે આ દુનિયામાં જ નથી તેના માટે કટુ શબ્દનો ઉલ્લેખ કરવો યોગ્ય ન હોવાનું જણાવતા જિ.પં.નાં વિપક્ષી નેતા

કચ્છની દરેક ચૂંટણીઓ વખતે ભાજપના નેતાઓ દ્વારા કચ્છની ભૂમી ઉપરથી ચૂંટણી જીતવા માટે વારંવાર ઇભલાશેઠના નામનો ઉલ્લેખ કરી બદનામ કરવાના પ્રયાશો કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં અબડાસાની પેટા ચૂંટણી વખતે પણ જાહેર મંચ ઉપરથી કચ્છની ભુમીને ઇભલાશેઠનું કચ્છ નહી પરંતુ ગાંધી-સરદારનું કચ્છ બનાવવાનું છે તેવુ હલકી કક્ષાનું નિવેદન કરવામાં આવેલ. અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપ દ્વારા ઇભલાશેઠ માટે હલકી કક્ષાના શબ્દો વાપર્યા હતા. અને ઇભલાશેઠ કોઇ દેશદ્વોહી કે આતંકવાદી કૃત્ય કરેલુ હોય તે રીતે સતત બદનામ કરવામાં આવી રહેલ છે. આમ કરી માત્ર ને માત્ર મુસ્લિમોને બદનામ કરી હીદુઓના મત મેળવવા માટે હિનકૃત્ય ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. અને ઇભલાશેઠ જયારે આ દુનીયામાં જ નથી ત્યારે તેમના માટે આવા હલકી કક્ષાના શબ્દોનો ઉપયોગ કરવો જે ભાજપનું છીછરા પણુ છે.

ઇભલાશેઠ ઉપરનો જે કેશ હતો જે દાણચોરી બાબતનો હતો અને દાણચોરીનો અર્થ સુધારેલ શબ્દ ટેક્ષ ચોરી થાય છે. અને આજે પણ ટેક્ષ ચોરી ખુલ્લેઆમ થાય છે. ઉ૫રથી કસ્ટમ ડયુટી ભર્યા વગર માલ સામાન આવે છે. જે વારંવાર પકડાએ છે. મોટા બંદરો ઉપરથી કસ્ટમ ડયુટી ભર્યા વગર માલ આવી રહેલ છે. જે પણ ટેક્ષ ચોરી છે.

ઇભલાશેઠ દ્વારા તમામ સમાજના હિંદુ-મુસ્લિમ ભાઇઓને મદદરૂપ બનતા અને દાતા પણ હતા જેના કારણે તેમને ઇભલાશેઠનું બિરુદ પણ લોકોએ આપેલ હતું. અને આજે પણ એમના વિસ્તારના લોકોના દીલમાં સમ્માનીત નેતા હતા અને જે વ્યકતી આ દુનીયામાં જ નથી તેના માટે ગમે તેવા હલકા શબ્દો વાપરવા જે પણ યોગ્ય નથી.

તેવુ કચ્છ જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા વિ.કે. હુંબલ દ્વારા જણાવયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.