Abtak Media Google News

વાહન ધારકોને જિલ્લા કચેરી સુધી જવું ન પડે તેમાટે કેમ્પની માંગ કરાઈ

રાજુલામાં લર્નિંગ લાયસન્સની સુવિધા વધારવા તેમજ નિયમિત પંદર દિવસે આરટીઓ કેમ્પ ગોઠવવા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ ચિરાગ બી. જોશી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વાહન ચાલકોને જિલ્લા કચેરી સુધી ધકકા ખાવા ન પડે તે માટે રાજુલા તાલુકા આઈટીઆઈ સ્કુલ ખાતે લર્નિંગ લાયસન્સ તેમજ અરજી નિકાલની સુવિધા શરૂ કરવા માંગ ઉઠાવી છે.રાજુલા તાલુકો ખૂબ ગામડાઓમાં પથરાયેલો હોયજેથી અરજદારો ખૂબ મુશ્કેલી અનુભવે છે. આ ઉપરાંત જયારે કનેકટીવીટીની સમસ્યા હોય કે નેટવર્ક બંધ હોય ત્યારે અરજદારોને ફરી અરજી કરવાની રહે છે. અને ક્રમ પ્રમાણે પરીક્ષા માટે નવી તારીખો મળતા વારંવાર ધકકા ખાવા પડે છે. આ ઉપરાંત રોજ માત્ર ૨૪ જેટલી જ અરજીઓનો નિકાલ કરવામા આવે છે તે વધારી ૪૮ અરજીઓનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે.

રાજુલા તાલુકા લેવલે નિયમિત દર પંદર દિવસે આર.ટી.ઓ કેમ્પ યોજવામાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલી ન પડે. ઉપરાંત તમામ મુદે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોષી દ્વારા રજૂઆત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.